એફઆઈએ વર્લ્ડ કાર્ટિંગ ચેમ્પિયનશિપ રેસના દુનિયાભરમાં કરોડો ચાહકો છે. ત્યારે આ રેસિંગ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના કારણે સમગ્ર રેસિંગ જગત સ્તબ્ધ છે. રેસર લૂકા કોરબેરીએ 9મી લેપમાં બહાર થયા બાદ સાથી રેસર પર હુમલો કરી દીધો હોવાની ઘટના સામે આવી છે.
કોરબેરીએ પાછા જવાની જગ્યાએ પોતાની કૉર્ટનું તૂટેલું બમ્પર ઉઠાવ્યું અને સાથી રેસર પાઓલો ઇપોલીટોની ગાડી નજીક આવતા જ લૂકાએ તેના તરફ બમ્પર ફેંકી દીધું હતું.
UPDATE | The incident took place at the Karting WC at Lonato. Luca Corberi (23) retired from the KZ class after being taken out by Paolo Ippolito. Corberi then proceeded to throw a bumper in front of Ippolito on track. He attacked him afterwards, as did his father (track owner). https://t.co/vaT3SdzAjX
— Feeder Series (@feeder_series) October 5, 2020
જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. લૂકાનો ગુસ્સો અહીં જ શાંત ના થયો. લડાઈ ત્યારે વધી ગઈ, જ્યારે પાઓલો લેનથી પરત આવ્યો. રેસ ખત્મ થયા બાદ જ્યારે તે પાછો આવ્યો તો લૂકાએ તેના પર હુમલો કર્યો.
Karter Luca Corberi continues to vent his anger after the kart race. Somebody arrest this guy. (via @EstagiariodaF1) pic.twitter.com/R9Kuk2VI4G
— Feeder Series (@feeder_series) October 4, 2020
ટ્રેકના માલિક લૂકા કોરબેરીના પિતા પણ તેનો સાથ આપવા ઝઘડામાં ઉતરી પડ્યા. આ ચોંકાવનારો વિડીયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈને લઇને બન્ને પક્ષો વચ્ચે ફરી બબાલ થઈ હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ ઘટના બાદ પૂર્વ એફ-1 વિશ્વ ચેમ્પિયન જેન્સન બટન જેવા અનુભવી ડ્રાઇવરે લૂકાને લાઇફ ટાઇમ બેન કરવાની માંગ કરી છે..