લંડન શહેરનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યાં લોકોને એ સમયે આશ્ચર્ય થયું જ્યારે તેમણે રસ્તા પર ગાજરનો જથ્થો જોયો. આશરે 29 ટન ગાજરનો જથ્થો રસ્તા પર ફેંકી દેવાયો હતો. પરંતુ આ પાછળનું કારણ પણ જાણવા જેવુ છે. વીડિયોમાં તમે જોઈ શકો છે કે એક મોટો ટ્રક આવે છે અને યૂનિવર્સિટી કેમ્પસમાં સડક ઉપર ગાજરનો ઢગલો કરીને ચાલી જાય છે. આ દ્રશ્ય જોઈને કોલેજના વિદ્યાર્થીઓ આશ્ચર્યમાં પડી જાય છે.
આ વીડિયો ગોલ્ડસ્મિથ યૂનિવર્સિટી કેમ્પસનો છે. આ કોલેજ યુનિવર્સિટી ઓફ લંડન અંતર્ગત આવે છે. આ ગાજરો દ્વારા એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કામમાં લોકોને કમાઈ નથી થઈ રહી.
— Mattie Colquhoun (@xenogothic) September 29, 2020
સાથે જ આ પ્રોજેક્ટ ગામ અને શહેરોની વચ્ચેની ચિંતાને પણ દર્શાવે છે. સાથે જ આ પ્રકારનો વિરોધ પણ કહી શકાય છે. જેમાં યૂરોપના ખેડૂતો સરકારની નીતિઓની વિરોધ પોતાના અવાજ ઉઠાવી રહ્યા છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ ગાજરોને કોલેજ હટાવી લેવામાં આવ્યા હતા. યૂરોપમાં બટેટા અને ગાજરોને આ રીતે સડક પર ફેંકી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ગાજરોને અહિયાથી હટાવીને કોઈ એનિમલ ફાર્મને આપવામાં આવશે.