હાથરસ ગેંગરેપની ચકચારી ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. આ મામલે કોંગ્રેસ સહિતના વિપક્ષ મેદાને આવ્યા છે અને યોગી સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે આ ઘટનામાં હાથરસના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પર પીડિતાના પરિવારે મોટા આક્ષેપ કર્યા છે. પીડિતાના પરિજનોએ વહિવટી તંત્ર પર તેમને ધમકી આપવાનો અને દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.
હાથરસમાં દલિત યુવતિ પર ગેંગરેપ મામલે ડીએમ પ્રવીણ લક્ષકારનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તેઓ પીડિતાના પરિવારને ધમકાવતા જોવા મળી રહ્યા છે. હાથરસના જિલ્લા મેજિસ્ટ્રેટ કહી રહ્યા છે કે મીડિયા વાળા તો જતાં રહેશે, પરંતુ સરકારી તંત્ર તો અહીં જ રહેવાનું છે, હાથરસના પીડિત પરિવાર નું કહેવું છે કે તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે અને કેસને રફે દફે કરી નાખવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
બીજીબાજુ દરમિયાન, ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે દાવો કર્યો છે કે પીડિતા સાથે દુષ્કર્મ થયું નથી. તેમણે કહ્યું કે ગળામાં ઈજા અને તેનાથી લાગેલ આંચકાને લીધે મહિલાનું મોત થયું હતું. ફોરેન્સિક સાયન્સ લેબ FSL ના અહેવાલ પરથી એ પણ સ્પષ્ટ છે કે તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યો નથી.
https://twitter.com/TheSquirrelin/status/1311918562915708928?s=19