આશરે 6 મહિના સુધી કોરોનાના સામે લડાઈ બાદ દેશમાં મધ્યપ્રદેશની ભોપાલ એઈમ્સમાં આ ખતરનાક વાયરસથી મોતને ભેટેલ દર્દીઓ પર પોસ્ટમોર્ટમની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતના રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં પણ આ વાયરસથી મૃત્યુ પામેલા દર્દીઓ પર પોસ્ટમોર્ટમ કરીને વાયરસ શરીરમાં કેવી અસર કરે છે અને તેનાથી બચવા શું પગલા લેવા તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 6 ઓટોપ્સી કરવામાં આવી છે.
કોરોનાના મૃતકોના પોસ્ટમોર્ટમમાં મોટો ધડાકો થયો છે. પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે કે, કોવિડ દર્દીના ફેફસા પથ્થર બની જતા હોય છે. તેમજ શરીરની કેટલીક મહત્વની લોહી પહોંચાડતી નસોમાં ગાંઠ જામી જવાથી દર્દીનું મોત થાય છેઆ અંગે ફોરેન્સિક મેડિસિન વિભાગના ડીન ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું છે કે હજુ રિસર્ચ શરૂ કરવા જેટલાં પરીક્ષણ પણ નથી થયાં. જોકે, એક તારણ એવું નીકળ્યું છે કે કોરોના વાયરસને કારણે ફેફસાંમાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે. જેને કારણે બોડીમાંથી ફેફસાં કાઢ્યાં ત્યારે જાણે પથ્થર ઉપાડ્યો હોય તેવું લાગ્યું હતું.
સામાન્ય રીતે ટીબીમાં ફેફસાનો ઉપરનો ભાગ પથ્થર બનતો હોય છે. જ્યારે ન્યુમોનિયામાં નીચેનો ભાગ પથ્થર બની જતો હોય છે. જોકે, કોરોનામાં ફેફસાંનો આખો ભાગ પથ્થર બની જાય છે. વાયરસના કારણે ફેફસામાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે. જેથી મૃતદેહમાંથી ફેફસા બહાર કાઢતા ફેફસા પથ્થર હોય લાગતું હોય છે.