એન્ડ ટુ એન્ડ- ‘એનસાઈકોપ્ટેડ’ ગણાતા વોટસએપ મેસેજીંગ એપને બોલીવુડના ડ્રગ કાંડમાં જે ચેટ જાહેર થઈ તેનાથી મોટો ફટકો પડયો છે જેના લીધે ફિલ્મી ઉદ્યોગ સહીતના સેલીબ્રીટી જે હવે યુરોપમાં વોટસએપ કરતા પણ લોકપ્રિય અને વધુ સલામત ગણાતા ‘ટેલીગ્રામ’ એપ તરફ વળ્યા છે.
ncbની તપાસમાં જે સત્ય બહાર આવ્યું છે તેમાં મોટાભાગના સિતારાઓના વોટસએપ ‘ચેટ’ ડ્રગ કાંડનું પગેરુ મળ્યુ છે અને તેથી વોટસએપ ચેટ લીક થઈ છે અને તે જોતા એ તો નિશ્ચિત છે કે વોટસએપ એકાઉન્ટ હેક કરીને આ ચેટ મેળવાઈ છે. સોસીઅલ સાઈટની જો વાત કરીએ તો facebook દેશમાં પોપ્યુલર છે. પણ બોલીવુડના સિતારાઓ ફેસબુકની જગ્યાએ instagram પર વધુ એક્ટીવ છે. ત્યારે ફેસબુક watsappની માલિકી છે. ત્યારે આ ત્રણેય સોશિયલ સાઈટ સુરક્ષાનો દાવો કરે છે. પરંતુ જે રીતે ડ્રગ કાંડમાં ચેટ સામે આવી છે તે જોતા તમામ દવા પોકળ સાબિત થયા છે.
જેમાં વોટસએપ હમેશા કહે છે કે તેની ચેટ એન્ડ ટુ એન્ડ સુરક્ષિત છે. જે એ નક્કી કરે છે કે તેના ડેટા સર્વર પર સેવ થતા નથી. પરંતુ દીપિકા પદુકોણના મામલામાં વોટસએપ ખોટું સાબિત થયું છે. જેમાં તેની ચેટ સામે આવતા જ ગણા લોકોની મુશ્કેલી વધી ગઈ અને આવામાં મુબઈમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરવાની હોડ લાગી ગઈ છે… સુત્રો પ્રમાણે મુબઈમાં પાછલા દિવસોમાં ગણી મોટી હસ્તીઓએ ટેલીગ્રામ ડાઉનલોડ કર્યું છે. આ બધી જાણકારી ત્યારે સામે આવી જયારે તેમના નંબર જે લોકો પાસે હતા તેમને ટેલીગ્રામનો મેસેજ ગયો… આવામાં એવી પણ જાણકારી મળી હતી કે ફીલ્મી સિતારાઓએ તેના અને તેની સાથેના સ્ટાફને પણ વોટસએપ ડિલીટ કરવા સૂચના મળી જ છે.
ટેલીગ્રામ વિષે વાત કરીએ તો છેલ્લા થોડા સમયથી ટેલીગ્રામ-મેસેજીંગ એપ જે વોટસએપ જેવી જ તમામ ખાસીયત ધરાવે છે તેની લોકપ્રિયતા મીડીયા સહીતના ક્ષેત્રોમાં વધી છે અને અહી વોટસએપ કરતા પણ વધુ સરળતાથી યુ-ટયુબની માફક ચેનલ ગ્રુપ બનાવી શકાય છે. યુરોપમાં ટેલીગ્રામ એપ. એ વોટસએપને પણ પાછળ રાખ્યુ છે. અત્યાર સુધીમાં ટેલીગ્રામ મેસેજ કે વિડીયો ‘લીક’ થયા નથી. ટેલીગ્રામમાં સિક્રેટ ચેટનો જે વિકલ્પ છે તે જ સૌથી વધુ મહત્વનો છે. જેમાં તમો આ ચેટ કેટલો સમય સાચવવા માંગો છો તે નિશ્ચિત કરી શકાય