ગુજરાતના સુરત સ્થિત ઓએનજીસીના હજિરા ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ગત મોડી રાત્રે ત્રણ બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ઓએનજીસીના ઓટોમેટિક પ્લાન્ટના ચેમ્બરમાં સ્પાર્ક થયો હતો અને ગેસ લિકેજના કારણે આસપાસના વિસ્તારમાં મોટા વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. ભારે વિસ્ફોટ અને આગના પગલે આસપાસના વિસ્તારના લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.
ગેસ ટર્મિનલમાંથી 5થી 7 કિલોમીટર દૂર સુધી આગની જ્વાળાઓ આકાશમાં નજરે પડી હતી. બનાવની જાણ થતાં સુરત મનપા અને ખાનગી કંપનીની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આ આગને કાબુમાં લેવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા.
https://twitter.com/TheSquirrelin/status/1308989053975621632?s=20
ગેસ લાઈનનો વાલ્વ બંધ કરી દેવાતા આશરે 3થી 4 કલાક બાદ પાઈપમાં રહેલ ગેસ સળગી જતા આગ પર કાબુ મેળવાયો છે.
સુરતના હજીરામાં બનેલી આ ઘટના અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ ટ્વિટ મારફતે પ્રતિક્રિયા આપી હતી. વિસ્ફોટ બાદ લાગેલી આગ સંપૂર્ણ કાબુમાં છે, ઘટના સ્થળે રાહત કામગીરી ચાલી રહી છે.
આ ઉપરાત ઓએનજીસી કંપની દ્વારા હજીરાના પ્લાન્ટમાં લાગેલી આગ અંગે ટ્વિટ મારફતે નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે આ આગ કાબૂમાં લેવામાં આવી છે અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.