અમેરિકાની જાણીતી પત્રિકા ટાઇમે દુનિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાન આપ્યું છે. પીએમ મોદીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં સામેલ ભારતીય લોકોમાં બૉલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના, ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ, એચઆઇવી પર રિસર્ચ કરનારા રવિંદર ગુપ્તા અને શાહીન બાગ ધરણામાં સામેલ બિલ્કિસનું નામ પણ સામેલ છે.
ટાઈમ મેગેઝિને પીએમ મોદીને આ યાદીમાં સામેલ કરવાની સાથે તેમના પર કટાક્ષ પણ કર્યો છે. જેમાં જણાવાયું છે કે, ભારત સાત દાયકાથી વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર રહ્યુ છે. ભારતમાં હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ તમામ ધર્મના લોકો રહે છે. સાથે જ જણાવાયું છે કે પીએમ મોદી સશક્તિકરણના લોકપ્રિય વાયદાથી સત્તામાં આવ્યા હતા. ભાજપ માટે અત્યંત ગંભીર મહામારી અસંતોષને દબાવવાનો માર્ગ બની ગયો છે. વિશ્વનું સૌથી જીવંત લોકતંત્ર પર અંધારુ છવાયુ છે.
મહત્વનું છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ટાઇમની આ યાદીમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, તાઇવાનની રાષ્ટ્રપ્રમુખ તેમજ કમલા હેરિસ, જો બાઇડન, જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ સહિત દુનિયાભરના અનેક નેતા સામેલ છે.