વિશ્વભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કરોડો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે જ્યારે લાખો લોકોના આ મહામારીના કારણે મોત પણ થઈ ચુક્યા છે. આ મહામારી સામે લડાઈ હજી પણ ચાલુ છે. ભારત, ચીન, અમેરિકા સહિતના દેશોમાં વેક્સિન પર કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યુ છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્ચુએચઓ)એ કોરોના વાયરસની વેક્સિન વિતરણનો પ્લાન તૈયાર કર્યો છે. વિવિધ દેશોને સમય ઉપર વેક્સિન પૂરી પાડવા માટે ડબલ્યુએચઓએ કોવૈક્સને લોન્ચ કરી છે.
કોવૈક્સના માધ્યમથી વૈક્સિનનું વિતરણ થશે. અત્યાર સુધીમાં દુનિયાના 150 દેશ કોવૈક્સ ગઠબંધન સાથે જોડાઈ ચુક્યાં છે. જો કે, WHO અન્ય ધનવાન દેશોને પણ કોવૈક્સમાં શામેલ થવા માટે અપીલ કરી રહ્યું છે.વેક્સિનની શોધ, ઉત્પાદન અને વિતરણના ઉદ્દેશ્ય સાથે કોવૈક્સ ગઠબંધન તૈયાર કરવામાં આવ્યું છે. તે હેઠળ અમીર અને ગરીબ દેશ એકસાથે પૈસા જમા કરાવીને ખરીદી કરી શકશે. તેનો ઉદ્દેશ્ય તે પણ છે કે, વૈક્સિનની સંગ્રહખોરી ન થાય અને તેમાં શામેલ તમામ દેશોને હાઈ રિસ્ક કેટેગરીના લોકોને પહેલા વૈક્સિન મળી જાય. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં 64 દેશો કોવૈક્સનો ભાગ બની ચુક્યા છે. જોકે, અમેરિકાએ તેનો ભાગ હોવાની ના પાડી દીધી છે.
ચીન અને રશિયા પણ હજુ સુધી તેની સાથે જોડાયા નથી. પરંતુ બ્રિટન અને જર્મની જેવા દેશો તેનો ભાગ બન્યાં છે. WHOને આશા છે કે, 24 અન્ય અમીર દેશ આવનારા દિવસોમાં તેની સાથે જોડાશે. તો WHO કોવૈક્સ એડવાંસ માર્કેટ કમિટમેન્ટના માધ્યમથી સહયોગી દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.