કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે રાજ્યસભામાં થયેલા હોબાળા બાદ 8 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે સરકારની કાર્યવાહીની નિંદા કરી હતી.
વિભિન્ન વિપક્ષી નેતાોએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને નિરંકુશ ગણાવતા આરોપ લગાવ્યો છે કે તેઓ વિપક્ષની અવાજને અલોકતાંત્રિક રીતે દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકતંત્રિક ભારતના અવાજને દબાવવામાં આવી રહ્યો છે.
સરકારનો ઘમંડ અને અહંકાર સમગ્ર દેશ માટે આર્થિક સંકટ લઈને આવ્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યુ કે, લોકતાંત્રિક ભારતનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં તેમને ચૂપ કરી દેવામાં આવ્યા અને બાદમાં કાળા કૃષિ કાયદાઓને માટે ખેડૂતોની ચિંતાઓની સામેખી મોઢું પેરવીને સંસદમાં સાંસદોને સસપેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ સર્વજ્ઞ સરકારના ક્યારેય પૂર્ણ નહીં થનારા અહંકારના કારણે સમગ્ર દેશ સામે આર્થિક સંકટ આવીને ઉભું થઈ ગયું છે.
રાહુલ ગાંધી ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટ્વિટ મારફતે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું, ખેડૂતોના હિતોની રક્ષા માટે લડનારા આઠ સાંસદોને સસપન્ડ કર્યા તે દુર્ભાગ્યપૂર્ણ છે .