કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરાયા બાદથી દેશભરની શાળાઓ હજી પણ બંધ હાલતમાં છે. આ મહામારીના લીધે દેશમાં એજ્યુકેશન સેક્ટરમાં ભારે નુકસાન થયુ છે. કેજીથી લઈને ધોરણ 12 સુધીના અભ્યાસ કરાવતી 1 હજારથી પણ વધુ શાળાઓ હાલ કંગાળ હાલતમાં છે જે વેચાઈ જવા માટે તૈયાર છે.
મળતી માહિતી મુજબ, કોવિડ-19 મહામારીના લીધે શાળાઓ બંધ રહેતા ઘાતક અસર પડી છે. દેશભરમાં એક હજારથી વધુ શાળાઓ વેચાણ માટે તૈયાર છે. તેમના માલિકો આતુરતાથી ખરીદદારોની રાહ જોઈ રહ્યા છે. દેશભરમાં કોરોના વાયરસના ચેપથી ફેલાયેલી આ મહામારીની ભારતમાં શિક્ષણ સેકટર પર ઘાતક અસર પડી છે. દેશભરમાં કેજીથી લઈને 12મા ધોરણ સુધીની 1000 થી વધુ શાળાઓ વેચાણ માટે તૈયાર છે.
આગામી બેથી ત્રણ વર્ષમાં તેને વેચીને લગભગ 7500 કરોડ રૂપિયા ઉભા થઇ શકે છે. એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની અગ્રણી કંપની સેરેસ્ટ્રી વેંચર્સ તરફથી એકઠા કરાયેલા આંકડામાં જણાવે છે કે, વેચાણ માટે રખાયેલી સૌથી મોટી શાળાઓમાં વાર્ષિક 50 હજાર રૂપિયા ફી લેનારી છે. જે અંતર્ગત ભારતમાં લગભગ 80 ટકા વિદ્યાર્થીઓ આ જ ફી સ્લેબવાળી શાળાઓમાં ભણે છે. દેશના ઘણા રાજ્યોની શાળાઓમાં સ્ટાફની સેલેરીમાં પણ 50 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. જ્યારે અનેક રાજ્યો એવા છે જ્યાં સ્કૂલ ફીની મર્યાદા નક્કી કરાઈ છે જેના કારણે પ્રાઈવેટ સ્કૂલોને ઝટકો લાગ્યો છે.