કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ગીરના જંગલોમાં સિંહોના મૃત્યુ દરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ગીરના સિંહને રેડિયો કોલરથી મુક્ત કરવાની માંગ પણ કરી હતી. કોંગ્રેસ નેતાએ સદનને જણાવ્યુ કે 25% સિંહના મોત રેડિયો કોલરના કારણે થાય છે. જેમાં બાળસિંહને અઢી કિલોનો રેડિયો કોલર પહેરાવાય છે. સાથે જ રેડિયો કોલરને અનસાઈંટિફિક ગણાવતા શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે સિંહોને રોડિયો કોલર ન પહેરાવવા માંગ કરી.
આ સાથે તેમણે સદનમાં આ મામલમાં તમામ દોષિતો પર કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ગીરના જંગલોમાં સિંહોના થતા મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકાર સમક્ષ સાવજને બચાવવા અપીલ કરી છે. તેઓએ માંગ કરી કે, સિંહોને રેડિયો કોલર લગાવવું ન જોઈએ. કેમ કે, તેનાથી તેમનો વિકાસ અટકી જાય છે. અનેક વાર સિંહોના ઘણી વખત રેડિયો કોલરના કારણે મોત પણ થઈ જાય છે.
શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામા કહ્યું કે, રેડિયો કોલરનું વજન વધુ હોય છે જેથી તેની જગ્યાએ કોઈ વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરવો જોઈએ. મહત્વનું છે કે, કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન સમિતિના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીથી અત્યાર સુધી ગુજરાતમાં 92 એશિયાઈ સિંહોના મોત થયા છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતનું પ્રખ્યાત ગીર નેશનલ પાર્ક રાજ્યના 8 જિલ્લા જુનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ અને જામનગર જિલ્લામાં ફેલાયેલો છે.