અમેરિકા, ભારત, રશિયા, ચીન, બ્રાઝિલ સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના મહામારીએ કરોડો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. અત્યારે આ વાયરસને જડમૂડથી ઉખાડી ફેંકવા વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું છે કે એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકો પર કોરોનાનો ખતરો ઘણો ઓછો છે. જેનું એક કારણ સારી ઈમ્યુનિટી છે. WHOના જણાવ્યા અનુસાર હવે કોરોનાના જેટલા કેસ સામે આવે છે. તેમાં 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા 10 ટકાથી પણ ઓછી છે. આ ઉંમરના ફક્ત 0.2 લોકોના મોત થયા છે.
WHOએ એમ પણ કહ્યું છે કે આ વિશે હજુ વધારે રિસર્ચની જરુર છે કેમ કે બાળકોને પણ આમાં સમાવવા જોઈએ. સંગઠનોએ કહ્યું કે અમે જાણીએ છીએ છીએ કે બાળકો માટે આ વાયરસ જીવલેણ છે અને તેમનામાં હળવા લક્ષણો દેખાય છે. પરંતુ, એ પણ સાચુ છે કે તેમનામાં મોતનો રેસિયો ઘણો ઓછો છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં બાળકો મોટાપાયે કોરોનાથી અસરગ્રસ્ત થયા છે. યૂનિસેફના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર હેનરિટા ફોરેને કહ્યું કે 192 દેશોમાં અડધાથી વઘારે બાળકો સ્કૂલે નથી જઈ શક્તા. મહામારીએ બાળકોના શિક્ષણ પર ગંભીર અસર છોડી છે. લગભગ 16 કરોડ બાળકો ઘરમાં છે. જોકે એક બાબત સારી એ પણ છે કે દુર અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો ટીવી, ઈન્ટરનેટ અથવા આવા જ બીજા કોઈ માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યા છે.