ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. હાલ દેશમાં ત્રણ વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. ત્યારે ભારતમાં કોરોના વેક્સીનને લઈ વધુ એક મહત્વના સમાચાર સામે આવ્ય છે. રશિયન સોવરેન વેલ્થ ફંડ (આરડીઆઈએફ)એ ભારતમાં કોરોના વાયરસની વેક્સીન સ્પુટનિક-વીના ક્લીનિકલ ટ્રાયલ અને ડિસ્ટ્રીબ્યુશન માટે ડો.રેડ્ડીઝ લેબ સાથે કરાર કર્યો છે.
બન્ને કંપનીઓ વચ્ચે થયેલ કરાર અંતર્ગત આરડીઆઈએફ ભારતીય કંપનીને વેક્સીનના 10 કરોડ ડોઝનો સપ્લાય કરશે. મળતી માહિતી મુજબ, સ્પુટનિક-વી વેક્સીન એડિનોવાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારીત છે અને જો આનો ટ્રાયલ સફળ થાય છે તો વેક્સીન નવેમ્બર સુધી ભારતમાં ઉપલબ્ધ થશે.
આરડીઆઈએફની આ ઉપરાંત ચાર અન્ય ભારતીય કંપનીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે જે ભારતમાં આ વેક્સીન બનાવશે કંપનીએ જણાવ્યું કે, રશિયન વેક્સીન એડિનોવાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારીત છે અને દાયકાઓ સુધી આના પર 250થી વધુ ક્લિનિકલ ટ્રાયલ થઈ ચુક્યા છે. તેમજ આ સુરક્ષિત હોવાનું પણ સામે આવ્યું છે અને તેની કોઈ આડઅસર પણ જોવા મળી નથી.