ગુજરાતભરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. જોકે, આ દરમિયાન કોરોનાની સામે લડી રહેલ અને જેમને કોરોના વોરિયર્સનું બિરુદ મળેલ તબીબોની ગંભીર બેદરકારી પણ પ્રકાશમાં આવી રહી છે. કોરોનાના દર્દીઓ માટેની સારવારમાં લાગેલ તબીબ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
રાજકોટની ખાનગી સીનર્જી હોસ્પિટલમાં ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. વાયરલ ઓડિયો ક્લિપમાં કોરોનાની સારવાર લઈ રહેલ દર્દીના મિત્ર અને હોસ્પિટલના સ્ટાફ સાથેની હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જેમાં દર્દીના મિત્ર જે પોતે પણ એક ડોક્ટર હોવાનું જણાવી રહ્યો છે તે હોસ્પિટલના સ્ટાફને કહે છે કે તમે માર્કેટિંગ કરવાનું બંધ કરો અને દર્દીને યોગ્ય સારવાર આપવાનું ચાલુ કરો નહીંતર મારે મીડિયાને જાણ કરવી પડશે. દર્દીના ડોક્ટર મિત્ર દ્વારા હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવે છે. જેમાં ડોક્ટર પોતે રાઉન્ડમાં ન આવતા હોવાનું તેમજ મેડિકલ ઓફિસર પણ રાઉન્ડમાં ન આવતા હોવાનું અને યોગ્ય ટ્રીટમેન્ટ ન આપવામાં આવતી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે.. સાંભળો વાયરલ થયેલ ઓડિયોક્લીપ…