ગુજરાતની મહિલા શક્તિને આત્મનિર્ભર અને સ્વાવલંબી થવાના નવા દ્વાર ગુજરાત સરકારે ખોલી આપ્યા છે. ગુજરાતની મહિલાઓ સશક્ત, આત્મનિર્ભર બને તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘મહિલા કલ્યાણ યોજના’ શરૂ કરી છે. જે માટે ગુજરાત સરકારે 175 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતની રુપાણી સરકાર દ્વારા મહિલા કલ્યાણ યોજનાની શરુઆત કરવાની જાહેરાત કરાઈ છે. આ યોજના અંતર્ગત 10 લાખથી વધુ મહિલાઓને 0% વ્યાજે લોન મળશે. જેનું બેંક લોન વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. આ યોજના સાથે આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ આગળ આવશે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા માટે આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે. આ માટે કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. આ લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. તેમજ મહિલા જૂથ દીઠ રુપિયા 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે.