કોવિડ-19 રોગચાળો એક પર્યાવરણની અનિશ્ચિતતા અને એક અંધકારમય વાતાવરણ લઈને આવ્યો છે, ત્યારે ઝી ટીવી હાલ મૂડને સુધારવાની તથા લોકોને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાતને સમજીને તે લોકડાઉન બાદનો તેનો પ્રથમ કાલ્પનિક શો લઈને આવી રહ્યું છે. આ ચેનલ તૈયાર છે, એક તાજગીસભર ભૂલોથી સર્જાતી કોમેડી લઈને, જે પરિવારને એકત્રીત કરશે અને હળવાશભરી વાર્તાની સાથે હાસ્ય માટે તૈયાર કરશે. પરિસ્થિતિથી ઉભી થતી કોમેડી, ‘રામ પ્યારે સિર્ફ હમારે’માં એક યુવાન મહિલા દુલારી અને તેના અત્યંત સુંદર ઇનામ મળેલું હોય તેવા પતિ- રામની વાર્તા છે, ભોપાલની પાશ્ચાદભૂ પર આધારીત આ વાર્તામાં કઈ રીતે એક લગ્ન કરેલી મહિલા, તેના આદર્શ પતિ જે દરેક સ્ત્રીના આકર્ષણનું કેન્દ્ર છે, તેમની નજરોથી બચાવવા માટે એક શાણપણની પુસ્તકને પરંપરાગત ‘નુસ્ખા’ દ્વારા તેના પતિનું ધ્યાન દોરવાની કોશિષ કરતી અન્ય મહિલાઓની પકડથી સુરક્ષિત રાખે છે.
આ શોમાં પ્રસિદ્ધ અભિનેતા નિખિલ ખુરાના, જે ચંદિગઢનો છે અને તેને કેટલાક પ્રસિદ્ધ ટેલિવિઝન શોમાં પણ ભાગ લીધો છે. તે અહીં અત્યંત સુંદર રામ, જે એક નાનકડા ટાઉનના મોહલ્લાનો હિરો અને દરેક મહિલાઓની નજર તેના પર છે, તેવું પાત્ર કરી રહ્યો છે. તી સામે દુલારી તરીકે, જ્યોતિ શર્મા છે, જે છેલ્લે ઝી ટીવીની પ્રસિદ્ધ પ્રેમ કથા ઐસી દિવાનગી દેખી નહીં કહીંમાં મુખ્ય સ્ત્રીપાત્રમાં જોવા મળી હતી. એક સુંદર, સ્માર્ટ યુવા મહિલા જ નહીં, પરંતુ અત્યંત તિક્ષ્ણ નિરિક્ષણ કરતી પત્નિ તરીકે દુલારી જ્યારે તેના પતિની મોહકતા પર અન્ય મહિલાઓ પ્રતિસાદ આપે ત્યારે શું કરવું એ સારી રીતે જાણે છે. આ એક પિક્ચર પર્ફેક્ટ રામ અને દુલારીની પ્રેમ કથામાં નકારાત્મક્તાનો થોડો ઓછાયો લઈને આવી રહી છે, આકર્ષક પડોશી કોયલ. જે પાત્ર અત્યંત પ્રતિભાશાળી શમિન માનન ભજવી રહી છે, કોયલએ આકર્ષક, મોહક, સ્માર્ટ અને વાચાળ વ્યક્તિત્વ ધરાવે છે.
રામ પ્યારે સિર્ફ હમારેની વાર્તાઅત્યંત ફૂટડા મની આસપાસ ફરે છે, જે ભોપાલમાં બ્યુટી પાર્લર ચલાવે છે અને તે તેના પાર્લરમાં શ્રેષ્ઠ બ્યુટી સર્વિસ પૂરી પાડે છે તેની સામે મહિલાઓ પણ તેને જોવા માટે પાર્લરની મુલાકાત લે છે. જ્યારે રામએ પ્રેકટીલકી ‘મર્યાદા પુરુષોત્તમ’ છે, જેની સામે કોઈ ફ્લર્ટ જ ન કરી શકે, જ્યારે અન્ય મહિલાઓ તેની સામે ફ્લર્ટિંગ કરે ત્યારે દુલારી તેને ‘સુપર્ણખા’ તરીકે જૂએ છે. પોતાના માણસને સલામત રાખવા તથા આ પ્રકારની સુપર્ણખાને દૂર કરવા માટે દુલારી ઘણી ટીપ્સ અને ટ્રીક્સનો ઉપયોગ કરે છે, જેનાથી રામ તેની નજીક રહે, જેથી તે હક્ક પૂર્વક કહી શકે કે, ‘રામ પ્યારે સિર્ફ હમારે!’પોતાના પતિને પોતાનો જ રાખવાને તેના નુખ્સા તે એક પુસ્તક દ્વારા મેળવે છે, જે તેને તેના ભાઈ પતંગ પાસેથી મળી છે અને જ્યારે તે પુસ્તકની વાતને અમલમાં મુકે ત્યારે તે રામ અને પોતાની માટે મુશ્કેલી ઉભી કરે છે, તેમ છતા પણ તે અટકતી નથી. તેમાં ભલોથી સર્જાતી રમૂજને ઉમેરે છે, કોયલ, જે રામ અને દુલારીની મિત્ર બનવા ઇચ્છે છે, ત્યારબાદ તેમના લગ્ન તોડીને રામને તેની પાસેથી ચોરવા માંગે છે. જ્યારે પતિ કોયલના દુષ્ટ પ્લાનથી અજાણ છે, પરંતુ તેના રામથી નજીક આવવાના એક્શન અને પ્રયાસથી તેને તેના હેતુ પર પ્રશ્નાર્થ થાય છે.