ચીનના વુહાનથી શરુ થયેલો કોરોના નામનો વાયરસ આજે સમગ્ર વિશ્વમાં પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. ભારત, અમેરિકા, બ્રાઝિલ, રશિયા જેવા દેશોમાં કોરોનાનાનું સંક્રમણ વધ્યું છે. કોરોના વાયરસ દુનિયા આખી માટે માથાનો દુખાવો બન્યો છે. કરોડો લોકો આ વાયરસનો શિકાર બની ચુક્યા છે અને લાખો લોકો મોતને ભેટ્યા છે.
હજી સુધી આ વાયરસની કોઈ ચોક્કસ વેક્સીન કે દવા શોધી શકાઈ નથી. વેક્સીન પર હાલ ટ્રાયલ ચાલી રહ્યા છે. જોકે, કોરોના પહેલા કરતા વધુ ઘાતક બનતો હોવાનું પણ સંશોધનમાં સામે આ રહ્યું છે. અમેરિકાના સાન ફ્રાંસિસ્કોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાએ આ મામલે એક ચોંકવનારો ખુલાસો કર્યો છે. અમેરિકાના સંશોધન પ્રમાણે કોરોના વાયરસ વ્યક્તિના મગજ પર હુમલો કરે છે. રિસર્ચમાં આ જાણકારી સામે આ છે. સાન ફ્રાંસિસ્કોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધનમાં સામે આવ્યું છે કે, કોરોના વાયરસ મગજની અંદરની કોષિકાઓને નુંકશાન કરે છે. જેના કારણે કોવિડ 19ના દર્દીઓને માથાનો દુખાવો, બેભાન થવા જેવી સ્થિતિ ઊભી થાય છે. સંશોધકોના જણાવ્યા મુજબ જીકા વાયરસમાં પણ લોકોના મગજ પર સીધો હુમલો થતો હતો. કોરોના વાયરસમાં પણ આ રીતના પ્રભાવ જોવા મળી રહ્યા છે. જો કે સંશોધનકર્તાઓના જણાવ્યા પ્રમાણે આ દિશામાં હજી પણ વધારે રિસર્ચ અને સમીક્ષાની જરૂર છે.