સુશાંતસિંહ રાજપુતના મોતના કેસ સાથે સંકળાયેલ ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી જેલમાં બંધ છે. રિયા ચક્રવર્તીએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી છે. હવે તેની જામીન અરજી પર આવતીકાલે એટલે કે શુક્રવારના રોજ ચુકાદો આવશે. મહત્વનું છે કે, રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ કોર્ટે તેને 14 દિવસની જેલની સજા ફટકારી હતી. કોર્ટનો નિર્ણય આવ્યા બાદ રિયાએ પ્રથમ રાત એનસીબી લોકઅપમાં પસાર કરવી પડી હતી. પરંતુ રિયાએ જામીન માગ્યા હતા પરંતુ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. રિયા ભાયખલા જેલમાં બંધ છે. રિયા અને શોવિક ચક્રવર્તી સહિત છ આરોપીઓની જામીન અરજી પર સત્ર ન્યાયાલય પોતાનો ચુકાદો કાલે સંભળાવશે. હાલ બધા પક્ષોની સુનાવણી બાદ કોર્ટે પોતાનો ચુકાદો કાલ સુધી સુરક્ષિત રાખ્યો છે.
રિયા ચક્રવર્તીના વકીલની સાથે દલીલો બાદ પબ્લિક પ્રોસીક્યૂટરે પોતાની દલીલમાં કહ્યું હતું કે, કેટલા પૈસા લાગ્યા ડ્રગ્સ માટે તે જરૂરી નથી. કોર્ટે રિયાનું ઇન્ટ્રોગેશન સ્ટેટમેન્ટ વાંચ્યું. એનસીબીએ જામીન અરજીનો વિરોધ કર્યો અને એનસીબીના સીનિયર અધિકારી સમીર વાનખેડે પણ કોર્ટમાં હાજર રહ્યાં હતા. આપને જણાવી દઈએ કે, રિયા ચક્રવર્તી પહેલા એનસીબીએ તેના ભાઈ શોવિકની ધરપકડ કરી હતી. શોવિંકની સાથે ડ્રગ પેડલર્સની પણ એનસીબીએ ધરપકડ કરી હતી