કોરોના મહામારીના કારણે સરકારે લોકડાઉન લાગુ કર્યુ હતું. લોકડાઉનનો એવો સમય આવ્યો હતો જેમાં તમામની જીંદગી બદલાઈ ગઈ, ત્યારે અમદાવાદના પાંચ વર્ષના એક બાળકે અનોખી પહેલ કરી છે.જેનું નામ છે મંત્ર વાઘડીયા જે SGVP INTERNATIONAL SCHOOLમાં અભ્યાસ કરે છે. કોરોના મહામારીના કારણે 16 માર્ચ 2020થી સ્કૂલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે આ સમય બાળકને સતત પ્રવૃતિમય રાખવું તે અત્યંત પડકારજનક હતું, ત્યારે તમામ માતાપિતા માટે એક ચેલેન્જ રૂપ હતું.
જ્યારે આ ચેલેન્જને ટેલેન્ટ એટલે કે પ્રતિભામાં ફેરવવું એ પણ માતા પિતાનું કામ છે. ત્યારે આ નાનકડા મંત્રને પણ આ કાર્યમાં રસ લાગ્યો હતો. અન્ય બાળકો કાર્ટૂન, ટીવી ગેમ રમતા ત્યારે આ બાળકે આ લોકડાઉનનો સફળતા પૂર્વક ઉપયોગ કર્યો. લોકડાઉનના સમય દરમ્યાન ‘મંત્ર બ્લોગ’ એક યુટુબ ચેનલ શરૂ કરી અને આ ચેનલમાં અલગ અલગ પ્રવૃતિઓ શેર કરવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે ઘરના વડીલ એવા બાળકનાં દાદા-દાદી પણ પૌત્રને સહયોગ આપવા લાગ્યા હતા. બાળકની માતાની પહેલને સમર્થન આપ્યું હતું. મંત્રે પોતાની ચેનલમાં અંદાજીત 60 જેટલા અલગ અલગ વીડિયો મૂક્યા છે. જેમાં રેસીપી, કોરોના જાગૃતા, ક્રાફ્ટ, ડ્રોઈંગ સહિતના અનોખા વિડીયો મૂક્યા છે.
જ્યારે અન્ય બાળકો લોકડાઉનમાં TV, MOBILE અને વીડિયોગેમ્સમાં મસ્ત હતા,ત્યારે મંત્રએ આ લોકડાઉનમાં પોતાની પ્રતિભા રજુકરી છે. જેમાં અલગ અલગ સોશિયલ મેસેજ પણ આપવામાં આવ્યા છે, જેમાં માસ્ક કેવી રીતે પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝેશન કઈરીતે કરવું, પીએમ ફંડમાં કઈરીતે મદદ કરવી, માતૃત્વ દિવસની ઉજવણી સહિતના સુંદર અને સરસ વીડિયો બનાવ્યા છે. મંત્રની માતા પૂજા એક BUSINESSWOMEN છે, પિતા આફ્રિકામાં વેપાર કરે છે. ઉલ્લેખનીય છે કે મંત્રને આ કાર્ય કરવા માટેની પ્રેરણા તેના દાદાએ આપી છે. તેના દાદએ નવી દ્રષ્ટીથી પૌત્રને માર્ગદર્શન પણ આપ્યું છે. અને પાંચ વર્ષનું બાળક પણ આ સમજને સમજીને આગળ વધ્યું છે.
મંત્ર સ્કૂલને બહુજ યાદ કરે છે, સ્કૂલમાં તેને અલગ અલગ પ્રવૃતિમાં સારા મેડલ પણ પ્રાપ્ત થયા છે. તે સમય સાથે અભ્યાસ પણ પૂર્ણ કરે છે. આમ લોકડાઉનનો સરસ વપરાશથી વિકાસ વૃદ્ધિ થાય છે. સાથે સાથે લોકડાઉનમાં વીડિયો કોલ દ્વારા તમામ મિત્રો સાથે વાતચીત કરે છે. મંત્રે અલગ અલગ વાનગી પણ બનાવી છે આ પ્રેરણા તેની બાએ આપી છે. આમ 5 વર્ષના બાળકમાં અનોખી બુદ્ધીની સાથે તેની પ્રતિભા પણ બહાર આવી છે.
મંત્રની યુટુબ ચેનલનું નામ “mantra’s vlog”
મંત્રની ચેનલનું નામ “mantra’s vlog” છે. સાથે સાથે તેનું facebook page અને instagram પણ કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે બાળકનો આત્મવિશ્વાસ વધતા તે હવે નવાનવા વીડિયો બનાવવાની પ્રેરણા બનશે કહેવત છે ને કે મોરના ઈંડા ચિતરવા ના પડે. મંત્ર મોટો થઈને ભણીગણીને એન્જીનીયર બનવા માંગે છે અને ગરીબોની સેવા પણ કરવા ઈચ્છે છે, આ જ બાળકના સંસ્કાર છે કહેવાય છે ને કે વડીલો હોય તો ઘરમાં સુખ,-સમૃદ્ધિ આવે.