કેન્દ્રની મોદી સરકારે શાળાઓ ખોલવાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોરોનાકાળમાં લોકડાઉન લાગુ થયા બાદથી અનલોક 4માં પણ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે કેન્દ્ર સરકારે શાળાઓ ખોલવાને લઈ એસઓપી જાહેર કરી છે. જે અંતર્ગત 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત કોલેજો ખોલવાની પણ મંજૂરી મળતા 21 સપ્ટેમ્બરથી દેશની શાળા-કોલેજોના વર્ગોમાં અભ્યાસ શરુ થઈ જશે. ધોરણ 9થી ધોરણ 12સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જારી કરી છે. જેમાં જણાવાયું છે કે, શાળા પોતાને ત્યાં અભ્યાસ શરૂ કરવા માટે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. તેમજ શાળાએ અભ્યાસ અર્થે જવું ના જવું એ માટે વિદ્યાર્થી પણ સ્વતંત્ર રહેશે. સરકારે જાહેર કરેલ એસઓપી મુજબ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફે 6 ફૂટનું અંતર રાખવાનું રહેશે.
તેમજ સતત હાથ સેનિટાઈઝર કરવા, માસ્ક ફરજિયાત પહેરવુ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. જ્યારે કંટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓને ખોલવા માટે અને ત્યાં રહેતા વિદ્યાર્થીઓ, શિક્ષકોને સ્કૂલ જવા મંજુરી આપવામાં આવશે નહીં. શાળા વધુમાં વધુ 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને ઓલનાઈન ટીચિંગ, ટેલી કાઉન્સિલિંગ અને તેની સાથે જોડાયેલા અન્ય કામો માટે બોલાવી શકશે. જયારે સગર્ભા અને મોટી ઉંમરના શિક્ષક કે કર્મચારીઓને સ્કૂલે બોલાવી શકાશે નહીં.
વિદ્યાર્થીઓએ રાખવુ પડશે ખાસ ધ્યાન
1. વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે. પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.
2. બે વિદ્યાર્થી વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.
3. ગમે ત્યાં થૂકી નહીં શકે.
4. સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.
5. જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામા આવશે.
6. થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.
7. હાથ ગંદા ન દેખાય તો પણ તેને ધોવા પડશે.
8. ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, તેને પ્રોત્સાહન અપાશે.
9. ફેસ માસ્ક પહેરવું પડશે.
10. સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બલી પર કડક પ્રતિબંધ રહેશે.
11.એસી લાગેલું હશે તો તેનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.
12. એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.
13. કન્ટેનમેન્ટ ઝોન બહારની સ્કૂલો જ ખોલવાની પરવાનગી અપાશે.
14. સ્કૂલે જનાર વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેનમેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.
15. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.
16. સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.
17. સફાઈ કામદારોને કામ પર લગાવતા પહેલા યોગ્ય તાલીમ આપવાની રહેશે.
18. વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ (પાણીની બોટલ), જેવી સામગ્રી એક-બીજાની સાથે આપ-લે કરી શકશે નહીં
19. પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેક્શનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એક સાથે લેબોરેટરી (પ્રયોગશાળા)માં લઈ જઈ શકાશે નહીં..