દેશની કરોડો જનતાને અસર કરતા હોય એવા પેટ્રોલ-ડીઝલના ભાવને નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો જ ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમે આ અરજી પણ ફગાવી દીધી છે અને પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમત પર હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈ વાહન ચાલકોના ખિસ્સા પર ભારે બોજો પડી રહ્યો છે. ત્યારે પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમત પર હસ્તક્ષેપ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે. અરજીકર્તાએ સુપ્રીમમાં માંગ કરી હતી કે કોર્ટે પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતો પર નિયંત્રણ આવે એ માટે હસ્તક્ષેપ કરવો જોઈએ. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો જ ઈન્કાર કરી દીધો છે.
આપને જણાવી દઈએ કે, હાલ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82.08 રુપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલનો ભાવ 73.16 રુપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં સૌથી વધુ 88.73 રુપિયા પ્રતિ લીટરમાં પેટ્રોલ વેચાઈ રહ્યું છે, જ્યારે અહીં ડીઝલ 79.69 રુપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલની કિમતમાં આવેલ ભારે ઘટાડાનો ભાયદો ભલે હી ગ્રાહકોને નથી મળ્યો પરંતુ કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી વધારીને પોતાની તિજોરી ભરી દીધી છે. એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ એક્સાઈઝ ડ્યુટીમાં વૃદ્ધિ કરવામાં આવતા સરકારને 1.6 લાખ કરોડ રુપિયાની વધારાની આવક પ્રાપ્ત થશે.