કચ્છ જિલ્લામાં એસટી બસ વ્યવહાર હજુ અબડાસામાં અમુક સ્થળોએ ચાલુ થયેલ નથી વરસાદને કારણે રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જેના કારણે કેટલાક સ્થળોએ એસટી વ્યવસ્થા ખોરવાઈ પડી છે.. જેથી કચ્છમાં એસટી વિભાગને રોજનું બે લાખનું નુકશાન થઈ રહ્યુ છે.. રસ્તાઓના ધોવાણના કારણે નલિયા ડેપોની અમૂક રૂટની બસો બંધ છે તે સિવાય સમગ્ર કચ્છમાં એસ.ટી.બસ વ્યવહાર ચાલુ થઈ ગયેલ છે, જ્યાં બસ વ્યવહાર બંધ થયેલ છે તે વિસ્તારમાં શક્ય હોય એટલા વૈકલ્પિક રૂટ ઉપર વિદ્યાર્થીઓને સ્કૂલોમાં લઈ જવા અને પેસેન્જરો માટે એસટી તરફથી અને રોડ ઉપરથી બસો ચલાવીને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સાથે-સાથે કચ્છ જિલ્લામાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન રોજની લગભગ ૨૩ લાખ રૂપિયાની આવક મેળવે છે પરંતુ ચોમાસાને કારણે રોજની આવકમાં લગભગ બે લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. વરસાદને કારણે પ્રવાસીઓ પ્રવાસ ઓછો કરી રહ્યા છે તેમજ અમુક જગ્યાએ રોડ વ્યવસ્થા ખોરવાઇ જતા એસટી બસ બંધ કરવી પડી છે.