બોલીવુડના દિવગંત અભિનેતા સુશાંતસિંહ મોત સાથે સંકળાયેલ ડ્રગ્સ કેસની તપાસમાં લાગેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમે શુક્રવારે અભિનેત્રી રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી હતી. ત્યારે હવે રિયાના ભાઈ અને સુશાંતના હોમ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને 9 સપ્ટેમ્બર સુધી રીમાન્ડ મંજૂર થતાં એનસીબીની કસ્ટડીમાં મોકલી દેવાયા છે.
એનસીબીએ શોવિક અને સેમ્યુઅલની 4 સપ્ટેમ્બરના રોજ પુરાવાના આધાર પર શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરી હતી. આપને જણાવી દઈએ કે, શુક્રવારે NCBએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયાના ભાઈ શૌવિક અને દિવંગત અભિનેતાના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી.
બીજી તરફ સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબીની તપાસ જે રીતે આગળ વધી રહી છે. તે રીતે રિયા ચક્રવર્તીની આસપાસ કાયદાનો ફંદો કસાતો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં હવે ડ્રગ્સ કેસમાં પણ રીયાની પણ કડક પૂછપરછ હાથ ધરવામાં આવી શકે છે.