એકબાજુ ભારત અને ચીન વચ્ચે સરહદને લઈ સ્થિતિ ખૂબ જ વણસી છે. સરહદ પર ચીની સૈનિકો પોતાની નાપાક હરકતોના કારણે સતત તણાવ વધારવામાં લાગ્યા છે. જ્યારે ભારત જે હંમેશા માનવતાનો સંદેશો હરહંમેશ ફેલાવી તેને ઉચ્ચ સ્થાન આપતુ આવ્યું છે. તેવામાં વધુ એક વખત ભારતની આ વિચારધારા ન માત્ર ભારત પણ વિશ્વસમક્ષ આંખે ઉડીને વડગે તેવું કામ ભારતીય જવાનોએ કર્યું છે. ઉત્તર સિક્કીમમાં સેનાએ ત્રણ ચીની નાગરીકોની મદદ કરી હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ભારતીય જવાનોએ 17,500 ફૂટની ઊંચાઈએ ઉત્તર સિક્કિમના પઠારના વિસ્તારમાં રસ્તો ભટકી ગયેલા ત્રણ ચાઈનીઝ નાગરીકોની મદદ કરી હતી.
શૂન્ય તાપમાનમાં તેમના જીવને પણ જોખમ હતું. તેવામાં ભારતીય સેનાના જવાનોએ તેમના જીવ બચાવવા માટે ઓક્સિજન તેમજ ખોરાક, ગરમ કપડા સહિત મેડિકલ ટ્રીટમેન્ટ પણ પુરી પાડી હતી.
ભારતીય સેનાએ કરેલી આ ઉમદા કામગીરીના સોશિયલ મીડિયામં પણ ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. ભારતીય લોકો સેનાની આ કામગીરીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી રહ્યા છે અને ભારતીય સેનાને વંદન કરી રહ્યા છે.