નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ હાલમાં જ ગૃહ મંત્રાલયને એક રિપોર્ટ આપ્યો છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા અંગેના ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. પીએમ મોદીની હત્યા વિશે મોટા ષડયંત્રનો ખુલાસો કેટલાક ઈમેલ દ્વારા થયો છે. NIAને કેટલાક ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે.
જેમાં પીએમ મોદીની હત્યાની વાત કરાઈ છે. આ ઈમેઈલમાં ફક્ત “કિલ નરેન્દ્ર મોદી (Kill Narendra Modi) ” એમ ત્રણ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એનઆઈએએ આ ઈમેલ તેમજ વડાપ્રધાન મોદીની હત્યાના ષડયંત્ર અંગેની જાણકારી ગૃહ મંત્રાલયને આપી છે. ત્યારબાદ ગૃહ મંત્રાલયે પીએમ મોદીની સુરક્ષામાં તૈનાત છે એસપીજીની ટીમને આ અંગેની જાણકારી આપી છે અને એલર્ટ રહેવા જણાવ્યું છે.
આપને જણાવી દઈએ કે, હાલ ઈમેઈલના કન્ટેન્ટની તપાસ શરૂ કરી દેવાઈ છે. આ મેઈલ ગત 8 ઓગસ્ટના રોજ મોકલવામાં આવ્યો હતો. જેનાથી પ્રધાનમંત્રીના જીવને જોખમ હોવાનું સામે આવ્યુ છે. આ અંગેની જાણકારી સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે.