કોરોના સંકટ વચ્ચે ભારત માટે એક સારા અહેવાલ સામે આવ્યા છે. વર્લ્ડ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દર વર્ષે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (GII) રેન્કિંગ જાહેર કરે છે. આ વૈશ્વિક સૂચકાંકમાં છેલ્લા પાંચ વર્ષમાં ભારતની સ્થિતિમાં સતત સુધારો થયો છે. ત્યારે આ વર્ષે ભારતે લાંબી છલાંગ બાદ ટોપ-50મા પોતાની જગ્યા બનાવી લીધી છે.
જીઆઈઆઈ 2020માં ભારતને 4 સ્થાનનો ફાયદો મળ્યો છે. હવે ભારત વૈશ્વિક સ્તરે 48માં ક્રમે આવી ગયું છે. ગત વર્ષે આ અનુક્રમણિકામાં ભારત 52માં ક્રમાંકે હતું. કોરોના સંકટ વચ્ચે ભારત માટે આ ખૂબ જ સારા સમાચાર છે, આ યાદીમાં ચીન 14 મા ક્રમે છે. કોરોના સંકટ વચ્ચે ભારત માટે આ એક સારા સમાચાર છે.
આ યાદીના ટોપ-5મા સ્વિત્ઝર્લેન્ડ, સ્વીડન, યૂએસ, યૂકે અને નેધરલેન્ડ છે. જ્યારે ભારત, ચીન, ફિલીપીન્સ અને વિયતનામે સતત સારા ઇનોવેશનની મદદથી પોતાની સ્થિતિને વધુ મજબૂત કરી છે. GII રેન્કિંગમાં આ દેશોને સૌથી મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થા તરીકે દેખાડવામાં આવી છે. આ ઇન્ડેક્સમાં ભારતને છેલ્લા 5 વર્ષોમાં સતત સફળતા મળી છે. જે અંતર્ગત 2015માં ભારત ગ્લોબલ ઇન્ડેક્સમાં 81મા નંબર પર હતું. ત્યારબાદ 2016માં 66 પર પહોંચ્યું હતું. તો 2017માં 60માં ક્રમાંક, 2018માં 57માં ક્રમે અને 2019મા 52માં સ્થાને રહ્યુ હતું.