ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કેસોની સંખ્યા સતત વધવાના કારણે તંત્રની પણ ચિંતા વધી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા બાદ જામનગર અને રાજકોટમાં પણ કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે.
ત્યારે વધુ 1305 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે. રાજ્યમાં 1 સપ્ટેમ્બર સાંજથી 2 સપ્ટેમ્બર સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1305 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 99050 થઈ છે.
રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 1141 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
જ્યારે 24 કલાકમાં વધુ 12 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3048 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 80054 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 265 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 169, વડોદરામાં 125 અને રાજકોટમાં 143 કેસ નોંધાયા છે.
જ્યારે ભાવનગરમાં 48, જામનગરમાં 150 , પંચમહાલમાં 34, કચ્છમાં 17, ભરુચમાં 23 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 15948 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.