રાજ્યમાં મહિલા અનામતની અમલવારીને લઈને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગુજરાત જાહેર સેવા આયોગને મહત્વનો નિર્દેશ કર્યો છે. મહિલા અનામતની જોગવાઈઓનું કઈ રીતે પાલન કરવું તેને લઈ હાઈકોર્ટે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે. હાઈકોર્ટે મહિલા અનામતની જોગવાઇઓના પાલન માટે માર્ગદર્શિકા જાહેર કરી અને સીધી લીટીની અનામતની અમલવારી કરવા સમજણ આપી છે. કોર્ટે 7 તબક્કામાં મહિલા અનામતની જોગવાઇઓની અમલવારી કરવા સુચન કરવામાં આવ્યું છે.
મહિલાઓ માટેના હોરિઝોન્ટલ રિઝર્વેશન માટે હાઇકોર્ટે દ્રષ્ટાન્ત આપ્યા છે. જો 100 બેઠક પરની ભરતી હોય તો સીધી લિટીની મહિલા અનામત માટેનો દાખલો આપ્યો છે. જેમ કે 100 બેઠકો પર ઓપન કેટેગરીમાં 17 મહિલાઓ, અનુસૂચિત જાતિમાં 4 મહિલાઓ અનુસૂચિત જનજાતિમાં 6 મહિલાઓ અને સામાજિક અને આર્થિક રીતે પછાતવર્ગની કેટેગરીમાં સાત મહિલાઓ માટે અનામત રાખવી.
મહિલાઓ માટેની ૩૩% મહિલા અનામત જે તે કેટેગરીમાં પૂર્ણ કરવામાં મહિલાઓની સંખ્યા ખૂટતી હોય તો મેરીટ લિસ્ટમાં જે તે કેટેગરીમાં પુરૂષ ઉમેદવારની એટલી સંખ્યા ઘટાડી ત્યાં મહિલાઓનો સમાવેશ કરવો.
કોર્ટના આ હુકમની સીધી અસર મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં આવતી મહિલા ઉમેદવારોને થશે.તેમજ પુરુષોને ઓપન કેટેગરી અને અનામતના જે પ્રમાણે લાભ મળતા હતા તે જ લાભ મહિલાઓને પણ ઓપન કેટેગરી અને અનામતના લાભ મળશે. મહત્વનું છે કે, અનામતના મુદ્દે રાજ્ય સરકારે 1 8 2018 ના રોજ બહાર પાડેલા પરિપત્રની અમુક જોગવાઈને હાઈકોર્ટે રદબાતલ કરી દીધી છે. 1 8 2018 ના પરિપત્ર ની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલો હાઈ કોર્ટે માન્ય રાખી છે