વડાપ્રધાન મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમના માધ્યમથી વધુ એક વાર દેશવાસીઓને સંબોધન કર્યુ હતું. મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યુ કે કોરોના કાળમાં નાગરિકોમાં પોતાના દાયિત્વનો અહેસાસ છે. હાલ દરેક પ્રકારના ઉત્સવોમાં લોકો સંયમ રાખી રહ્યા છે. તે અભૂતપૂર્વ છે.
તેમણે કહ્યું કે કોરોના મહામારીના સમયમાં ગણેશોત્સવની ઓનલાઈન અને ઈકોફ્રેન્ડલી ઉજવણી કરાઈ રહી છે જે ખુબજ પ્રશંસાને પાત્ર છે. જેમાં લોકોનો સંયમ અભૂતપૂર્વ હોવાનું જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારતમાં ગુજરાતમાં બનનારી ટોય ઈન્ડસ્ટ્રીનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો.
તેઓએ આત્મનિર્ભર ભારત અંગે જણાવ્યું કે અસહયોગ આંદોલનના સમયે ગાંધીજીએ કહ્યું હતું કે, આ ભારતીયોમાં આત્મવિશ્વાસ જગાડવાનું આંદોલન છે. તેમણે જણાવ્યું કે, બાળકો માટે રમકડાં અંગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ કહેવામાં આવ્યું છે. હવે દેશના ઘણા વિસ્તારો રમકડાંના કેન્દ્રના રૂપમાં વિકસિત થઈ રહ્યા છે વડાપ્રધાને રમકડાને લઈને દેશવાસીઓથી ખાસ અપીલ કરતાં કહ્યું કે ‘હવે બધા માટે લોકલ રમકડા માટે વોકલ થઇ જવાનો સમય છે. આપણે કંઇક નવા પ્રકરાના સારી ગુણવત્તાનાં રમકડાં બનાવવા છે, એવા રમકડાં કે જે પર્યાવરણને પણ અનૂકૂળ હોય.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 68મી વખત મન કી બાત કાર્યક્રમ મારફતે દેશવાસીઓને સંબોધન કર્યુ હતું. મન કી બાતમાં પીએમ મોદીએ ખરીફ પાકની વાવણી પર પોતાના વિચાર મૂક્યા હતા.