સોશિયલ મીડિયામાં અવાર નવાર ઘણા વિડિયો વાયરલ થતા હોય છે. જેમાં ક્યારેક એવા પણ વિડિયો જોવા મળતા હોય છે જે જુગાડુ આઈડીયા રજૂ કરતા હોય છે. આ જુગાડુ આઈડિયાની વાત કરીએ તો ગામડાના લોકોની વાતો જ કંઈક અલગ હોય છે. તે જે પણ કરે છે, તે દિલથી કરે છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો છે. જેમાં એક સાયકલ સવાર વ્યક્તિ પોતાની સુજબુજથી જુગાડુ આઈડીયા વાપરીને સાયકલ પર ખાટલો લઈ જતા જોવા મળી રહ્યો છે. ટ્વિટર પર આ વિડિયોને સોનલ કાલરાએ શેર કર્યો હતો.
Long time no see 😊#viaWA pic.twitter.com/Mim8v9MQdf
— Sonal Kalra 🇮🇳 (@sonalkalra) August 26, 2020
જેમાં એક વ્યક્તિએ સાયકલ ચલાવતા સમયે એ રીતે ખાટલો રાખ્યો હતો કે આ જુગાડુ આઈડિયાના લોકો દિવાના બની ગયા. સોનલ કાલરાએ આ વીડિયો તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. સાથે જ તેણે લખ્યું કે-ઘણા લાંબા સમયથી આવું કંઈ જોયું નથી.” આ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ પોતાના ગરદનના ભાગે ખાટલો ઉંચકીને સાયકલ ચલાવે છે. ટ્વિટર યુઝર્સને આ જુગાડુ આઈડિયા ખુબ પસંદ પડ્યો છે.