ઝી ટીવીની પ્રસિદ્ધ ગાયકી આધારીત રિયાલિટી શો, સા રે ગા મા પા લિટલ ચેમ્સએ તેના અત્યંત સુંદર સ્પર્ધકો દ્વારા આશ્ચર્યજનક પર્ફોર્મન્સથી દર્શકોના દિલ જીતી લીધા છે. જ્યારે અત્યંત પ્રતિભાશાળી બાળકોએ પણ જજનું તથા દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કચાશ રાખી નથી. હવે સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ તૈયાર છે, પ્રસિદ્ધ અને અત્યંત સુંદર અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી અને પૂન ધિલ્લોનને એપિસોડમાં આવકારવા તૈયાર છે. આટલી સુંદર બી-ટાઉનની સુંદરીઓની સાથે આગામી એપિસોડમાં તમે સ્પર્ધકને પ્રસિદ્ધ અને એવરગ્રીન ટ્રેક્સ પર પર્ફોર્મ કરશે, જે જજ અને મહેમાનને અવાક કરી દેશે તથા એવું લાગે છે કે તેઓ દરેક પર પોતાની છાપ છોડશે.
આ બધા અત્યંત સુંદર પર્ફોર્મન્સમાં અને સ્પર્ધક રાનિતા તથઆ આર્યનંદાએ ‘યશોમતિ મૈયા સે બોલે નંદલાલા’ પરના સુમધુર પર્ફોર્મન્સ પછી,મનિષ પૌલે પૂનમ ધિલ્લોન, પદ્મિની અને અલ્કા યાજ્ઞિક કે જેઓ પોતાની જાતને ગર્લ ગેંગના સભ્યો ગણે છે, તેમના કેટલાક રહસ્યો જાહેર કર્યા. જ્યારે સમગ્ર ગ્રુપ હંમેશા એકબીજાને મળતું રહે છે, અલ્કા અને પૂનમ ઘણા લાંબા સમયની રાહ જોયા બાદ મળ્યા છે અને દરેક સાવચેતીના પગલા લેવા છતા પણ, આ જોડી અટકી નહીં એને જેવા સ્ટેજ પર આવ્યા એવા ભેટી પડ્યા.
લોકડાઉન બાદ આ તેમની પ્રથમ મુલાકાત હતી અને બીજા બધા અન્ય જૂથોની જેમ તેમની વચ્ચે પણ ‘એક સેલ્ફી લેવી જરૂરી છે’અલ્કા યાજ્ઞિકના કેટલાક રહસ્યો છતા કરતા, પૂનમ ધિલ્લોન જણાવે છે કે, કઈ રીતે અલ્કા હંમેશા ઘરે વહેલા જતા રહેતા હતા અને તેના લીધે અમે તેને ઘણી વખત ‘થાકેલી’ કહેતા હતા, કારણકે તે સમગ્ર રાત રહેવા માટે હંમેશા થાકેલા જ રહેતા હતા. તેનાથી તદ્દન વિરુદ્ધ પૂનમ ક્યારેય કોઈ પાર્ટી ચુકતા નહીં અને તેમના સમગ્ર ગ્રુપની સાથે સવાર સુધી જાગતા રહેતા હતા.