30 દેશોની બ્યુટી ગર્લ્સને પાછળ રાખી અમદાવાદની 18 વર્ષીય લીઝા દુધિયા ‘મિસ ટીન અર્થ ક્વીન’ બની
અમેરિકામાં લાસ વેગાસ ખાતે 16 વર્ષથી લઈને 18 વર્ષની એજ ધરાવતી ગર્લ્સ વચ્ચે ‘મિસ અર્થ કોમ્પિટિશન’નું આયોજન કરવામાં આવ્યું. ગર્વની વાત તો એ છે કે આ સ્પર્ધામાં અમદાવાદ શહેરની 18 વર્ષીય લીઝા દુધિયા એ 30 જેટલા દેશોની બ્યુટી ક્વીન ગર્લ્સને પાછળ રાખી ‘મિસ અર્થ ક્વીન’નું ટાઈટલ અને ક્રાઉન પોતાના નામે કર્યું છે.
લીઝા અમદાવાદમાં સોમલલિત કોલેજમાં બી.કોમ કરે છે અને મોડલિંગ તેની હોબી છે. આ અંગે લીઝાએ કહ્યું કે, ‘આ કોમ્પિટિશન માટે હું છેલ્લા 6 મહિનાથી સતત પ્રેક્ટિસ કરતી હતી. ખાસ કરીને રૅમ્પ પર હાઈહીલ પહેરીને વૉક કરવાનું હોય છે આથી હું ઘરમાં પણ હાઈહીલ પહેરીને ચાલતી જેથી મને તેની આદત પડી જાય અને હું સારી રીતે રૅમ્પ વૉક કરી શકું’.
લીઝા દુધિયાને રૅમ્પ વૉક રાઉન્ડમાં ઈન્ડિયાનું ટ્રેડિશનલ વેર પહેરીને રૅમ્પ વૉક કરવાનો ટાસ્ક અપાયો હતો. લીઝાએ ગુજરાતના ગરબામાં જોવા મળતી ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરીને રૅમ્પ કર્યું.
સૌપ્રથમ આ કોમ્પિટિશન રાજ્યકક્ષાએ અને ત્યાર બાદ રાજ્યકક્ષાએ વિજેતા બનનાર ગર્લ્સ રાષ્ટ્રીયસ્તરની કોમ્પિટિશનમાં ક્વોલિફાય કરે છે. લીઝાએ રાજ્યકક્ષા અને આંતરાષ્ટ્રીયકક્ષા બંને કોમ્પિટિશનમાં વિનર બનીને લાસ વેગાસ ખાતે યોજાનારી આંતરાષ્ટ્રીય કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કોમ્પિટિશનમાં ભારતની જેમ 30 અન્ય દેશોમાંથી વિજેતા બનેલી બ્યુટી ક્વીન ભાગ લે છે.