ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાના કહેરમાં રાજકીય નેતાઓ પણ ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ એક ભાજપનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતની મજૂરા બેઠકથી ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી સામે આવી છે.
આ અંગેની માહિતી ધારાસભ્યએ ખૂદ ટ્વિટ કરીને આપી હતી. ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને તેમનામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા બાદ કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે.
ધારાસભ્યએ આ સાથે જ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. હર્ષ સંઘવીએ કોરોનાકાળમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વૉરિયર તરીકે કામ કરતા રહ્યા છે. તેમજ તેઓના કામની પણ ખૂબ જ પ્રશંસા થઈ હતી.
આ દરમિયાન તેઓ ખૂદ પોઝિટિવ આવતા લોકોને તેમના સ્વાસ્થ્યને લઈ યુવા ધારાસભ્ય ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી રાજ્યના 15થી વઘુ ઘારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. હર્ષ સંઘવી અગાઉ તમામ ધારાસભ્યો કોરોનાને માત આપી ચૂક્યા છે. ત્યારે હર્ષ સંઘવી પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે.