બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ હાલ ખૂબ જ ચર્ચામાં છે. મહેશ ભટ્ટના જીવન સાથે ઘણા મોટા વિવાદો સંકળાયેલા છે. હાલ મહેશ ભટ્ટનું નામ રિયા ચક્રવર્તી સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે અને સુશાંતના મોત અંગે મહેશ ભટ્ટની પણ ક્યાંક ભૂમિકા છે તેવી ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે. મહેશ ભટ્ટ આ પહેલા પણ કેટલાક વિવાદોમાં રહી ચુક્યા છે. ત્યારે મહેશ ભટ્ટના જીવન સાથે જોડાયેલ કેટલાક વિવાદ જાણીએ…
પરવીન બાબી સાથે મેરિટલ અફેર
પોતાના જમાનાની ખૂબ જાણીતી કલાકાર પરવીન બાબી પોતાની ફિલ્મો ઉપરાંત પર્સનલ લાઈફને પણ ચર્ચામાં રહી હતી. એક સમયે મહેશ ભટ્ટ અને પરવીન બાબી રીલેશનશીપમાં હતા. જોકે, તે સમયે મહેશ ભટ્ટ પરણિત અને એક બાળકીના પિતા પણ હતા જોકે તેમ છતાં તેમણે પરવીન બાબી સાથે સંબંધ રાખ્યા. ત્યારબાદ પરવીન બાબી માનસિક બિમારીનો શિકાર થઈ ગઈ અને મહેશ ભટ્ટ સાથે તેના સંબંધોનો અંત આવ્યો.
દીકરી પૂજા ભટ્ટ સાથે કિસીંગ ફોટો
મહેશ ભટ્ટ ત્યારે પણ ખૂબ જ વિવાદમાં આવ્યા જ્યારે તેમણે એક ફિલ્મ મેગઝિન માટે પોતાની મોટી દીકરી પૂજા ભટ્ટ માટે એક ફોટોશૂટ કરાવ્યુ હતું. મેગઝિનના કવર પર પ્રકાશિત આ ફોટોમાં મહેશ ભટ્ટ પોતાની પુત્રી પૂજાને કિસ કરતા જોવા મળ્યા હતા. મહેશ ભટ્ટે તે સમયે પોતાની એક કોમેન્ટમાં એવુ પણ કહી દીધું હતું કે જો પૂજા તેની પુત્રી ના હોત તો તે તેની સાથે લગ્ન કરી લેતા.
નશાની લતમાં રહ્યા મહેશ ભટ્ટ
મહેશ ભટ્ટે પોતે એ વાતને સ્વીકારી છે કે તેમણે પોતાના જીવનમાં ખૂબ જ નશો કર્યો છે. એક સમયે મહેશ ભટ્ટ ખરાબ રીતે દારુના ચુંગાલમાં ફસી ગયા હતા જોકે સોની રાજદાનથી તેમની પુત્રી શાહીનના જન્મ બાદ મહેશ ભટ્ટે નશાની આદતને ધીમે ધીમે છોડી દીધી.
રિયા ચક્રવર્તી સાથેના ફોટોને લઈ ચર્ચામાં રહ્યા
મહેશ ભટ્ટના 70માં જન્મદિવસ પર અભિનેત્રી રિયા ચક્રવર્તીએ તેમની સાથે કેટલાક ઈંટિમેન્ટ ફોટો શેર કર્યા હતા. આ ફોટો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર મહેશ ભટ્ટને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા.
સુશાંતના મોત બાદ શેર કર્યો હતો કંકાલનો ફોટો
મહેશ ભટ્ટે સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ સોશિયલ મીડિયાપર એક કંકાલનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો સાથે મહેશ ભટ્ટે લખ્યુ હતું કે, મરતો વ્યક્તિ અજીબ વાતો અંગે વિચાર કરે છે, અને એટલે જ આપણે બધા અહીં છીએ, શું આપણે પણ મોતને ભેટતા લોકો છીએ? જોકે આ ક્વોટ ટૈડ વિલિયમ્સનો હતો, પરંતુ લોકોએ મહેશ ભટ્ટના આ ટ્વિટને ખૂબ જ અસંવેદનશીલ ગણાવ્યુ હતું અને મહેશ ભટ્ટ પર કટાક્ષ કરીને તેમના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી.