કોવિડ-19 રાહત પ્રયાસો માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલ અંતર્ગત વિશ્વના સૌથી મોટા મોટરસાઇકલ અને સ્કૂટર્સ નિર્માતા હિરો મોટોકોર્પે આજે ગુજરાતના હાલોલમાં સરકારી સત્તામંડળોને ચાર વિશેષ પ્રકારે ડિઝાઇન કરાયેલા ફર્સ્ટ રિસ્પોન્ડર વિહિકલ્સ (એફઆરવી) સોંપ્યાં હતાં.
આ વિશિષ્ટ અને ઉપયોગી વાહનો ગ્રામિણ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતાં દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવામાં મદદરૂપ બનશે તથા તેમને સરળતાથી નજીકના હોસ્પિટલ્સમાં ખસેડી શકાશે. આ ફર્સ્ટ રિસ્પોન્ડર વિહિકલ્સ (એફઆરવી) હિરો મોટોકોર્પના પાવરફુલ એક્સટ્રીમ 200આર મોટરસાઇકલ્સની એસસરીઝ ઉપર વિશેષ પ્રકારે તૈયાર કરવામાં આવ્યાં છે.
એફઆરવી ફુલ સ્ટ્રેચર સાથે એકબાજૂ ઉપર ફોલ્ડેબલ હુડમાઉન્ટેડ, ડિટેચેબલ ફર્સ્ટ-એઇડ કીટ, ઓક્સિજન સિલિન્ડર, અગ્નિશામક ઉપકરણ જેવાં આવશ્યક મેડિકલ ઉપકરણો તેમજ એલઇડી ફ્લેશર લાઇટ્સ, ફોલ્ડેબલ બિકન લાઇટ, ઇમર્જન્સી વાયરલેસ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને સાયરન જેવા અન્ય ફીચર્સથી સજ્જ છે. આ પ્રસંગે હિરો મોટોકોર્પમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના વડા, ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર, ચીફ ઇન્ફર્મેશન ઓફિસર વિજય શેઠીએ જણાવ્યું હતું કે, “કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં પોતાનો સહયોગ જાળવી રાખતાં હિરો મોટોકોર્પે ગ્રામિણ અને અંતરિયાળ વિસ્તારોના દર્દીઓને મદદ કરવા વિવિધ રાજ્ય સત્તામંડળોના ફ્રન્ટલાઇન વર્કર્સને ફર્સ્ટ-રિસ્પોન્ડર વિહિકલ્સ પ્રદાન કરવાની મોટી પહેલ કરી છે.
ગુજરાતના હાલોલમાં હિરો મોટોકોર્પના ઉત્પાદન એકમના હેડ એચઆર રાજેશ કુમારે ગુજરાતના રોડ અને બિલ્ડિંગ મંત્રી જયદ્રથસિંહ પરમારને બે એફઆરવી સોંપ્યાં હતાં. આ પ્રસંગે પ્રાંત ઓફિસર અને એસડીએમ હાલોલ આલોક ગૌતમ અને હાલોલ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ઓફિસર વિરાજ શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. મહત્વનું છે કે, કોવિડ-19થી અસરગ્રસ્ત લોકો માટે રાહત પ્રયાસોના ભાગરૂપે હિરો મોટોકોર્પે સરકારી હોસ્પિટલ્સ, પોલીસ વિભાગો અને અન્ય એજન્સીઓમાં 14 લાખ ભોજન, 37,000 લીટર સેનિટાઇઝર્સ, 30 લાખ ફેસ માસ્ક અને 15,000 પીપીઇ કિટ્સનું વિતરણ કર્યું છે.