એમોનિયમ નાઈટ્રેટ, એ કેમિકલ કે જેણે લેબનાનની રાજધાની બૈરુતમાં ભારે તબાહી મચાવી દીધી હતી. જેમાં આશરે 150થી પણ વધુ લોકોના મોત નિપજ્યા હતા અને 4 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે આ ખતરનાક કેમિકલનો જથ્થો ભારતમાં પણ મોટાપ્રમાણમાં આવેલો છે. છેલ્લા પાંચ વર્ષથી ચેન્નાઈના ટાપુ પર પડેલો છે અને આ જથ્થો બે-ત્રણ કિલો નહીં પણ 740 ટન એમોનિયમ નાઈટ્રેટ અહીં રાખવામાં આવ્યો છે.
ચાલુ મહિનામાં લેબનાનની રાજધાની બૈરુતમાં બંદર પર સંગ્રહીને રાખેલા કેમિકલને કારણે થયેલા વિસ્ફોટે શહેરનો ખાસો એવો ભાગ તબાહ કરી નાખ્યો હતો. જોકે બૈરુતના બંદર પર અમોનિયમ નાઇટ્રેટના લીધે સર્જાયેલા ભયાનક વિસ્ફોટે વૈશ્વિક સ્તરે તેના સંગ્રહને લઈને ચિંતા ઉભી કરી દીધી છે. જેના પગલે ભારતમાં રાખવામાં આવેલા એમોનિયમ નાઈટ્રેટના જથ્થાને લઈને પણ હવે ચિંતા ઉભી થઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ,ભારતમાં પણ એમોનિયમ નાઈટ્રેટનો મોટો જથ્થો હવે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ આ કેમિકલનો સંગ્રહ કઈ રીતે અને કેટલા સમય સુધી કરવો તેને લઈને કડક નિયમનો છે.
શું છે એમોનિયમ નાઈટ્રેટ?
એમોનિયમ નાઇટ્રેટ એ ગંધહીન રાસાયણિક પદાર્થ છે. જેનો અનેક કાર્યોમાં ઉપયોગ થાય છે. જો કે, તે મોટાભાગે બે હેતુ માટે વપરાય છે. પ્રથમ ખેતરના ખાતર તરીકે અને બીજું ખાણો અથવા બાંધકામના કામ માટે વિસ્ફોટ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તે એક ખૂબ વિસ્ફોટક કેમિકલ છે. જ્યારે આગ ફાટી નીકળે છે, ત્યારે તેમાં ધમાકો થાય છે. આ પછી ખતરનાક ગેસ નિકળવા નીકળે છે જેમાં નાઇટ્રોજન ઓકસાઈડ્સ અને એમોનિયા ગેસ હોય છે. એમોનિયમ નાઇટ્રેટ રાખવામાં આવે તે સ્ટોર સંપૂર્ણપણે ફાયરપ્રૂફ – અગ્નિરોધક હોવો જોઈએ. જ્યાં કોઈ ગટર, પાઈપો અથવા નાળા ન હોવા જોઈએ. કારણ કે સમયે સમયે તાપમાન અને અન્ય રસાયણોનું રિએક્શનથી પણ ધમાકો બની શકે છે.