હાલ દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે અને લોકો ઘરમાં પુરાઇ રહેવા મજબૂર છે ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે અને શૈક્ષણિક વર્ષ બગડે નહીં તેની માટે ઓનલાઇન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યુ છે જેમાં વિદ્યાર્થીઓને સ્માર્ટફોન કે કોમ્પ્યુટર-લેપટોપ ઉપર ભણાવાય છે.
(File Pic)
જોકે NCERTના સર્વેમાં ચોંકાવનાર માહિતી બહાર આવી છે જેમાં દેશના 27 ટકા વિદ્યાર્થીઓ કેવી રીતે ઓનલાઇન ભણશે તેની ચિંતા છે, કારણ કે આ 27 ટકા વિદ્યાર્થીઓ પાસે નથી સ્માર્ટફોન કે કોમ્પ્યુટર અથવા લેપટોપ.
(File Pic)
જ્યારે 28 ટકા વિદ્યાર્થીઓ અને વાલીઓ વિજળીની સુવિધાનો અભાવ ઓનલાઇન એજ્યુકેશનમાં સૌથી મોટો અવરોધ માની રહ્યા છે. એટલે કે દેશના અનેક ભાગો લાઈટની સુવિધાથી વંચિત હોવાનુ પણ માનવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, સર્વેમાં CBSE સ્કૂલો, કેન્દ્રીય શાળાઓ અને નવોદય શાળાઓના કુલ 34 હજાર વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ, ટીચર્સ અને પ્રિન્સિપાલને સામેલ કર્યા હતા, તેમાં 18,188 વિદ્યાર્થીઓ હતા.
તેમનું માનવું હતું કે સ્માર્ટફોન અને લેપટોપ ડિવાઈસથી ટીચિંગ કરાવવા બબાતે હજુ પણ યોગ્ય નોલેજ નથી. શિક્ષકો ઓનલાઈન ટીચિંગમાં પારંગત નથી. NCERTએ સર્વેમાં કહ્યું કે, આશરે 17 ટકા વિદ્યાર્થીઓએ લેન્ગ્વેજના અભ્યાસને ઓનલાઈન સ્ટડીમાં મુશ્કેલ કહ્યો. NCERTના સર્વેના આધારે શિક્ષા મંત્રાલયે વિદ્યાર્થીઓ માટે લર્નિંગ એન્હાસમેન્ટના નિર્દેશ જાહેર કર્યા છે. તેમાં સમુદાય કેન્દ્રોમાં હેલ્પલાઈન નંબર સેવા આપવાના ઉપાય પણ સામેલ છે.