ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કેસોની સંખ્યા સતત વધવાના કારણે તંત્રની પણ ચિંતા વધી છે. ત્યારે 19 ઓગસ્ટ સાંજથી 20 ઓગસ્ટ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1175 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 83262 થઈ છે.
(File Pic)
રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 1123 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 24 કલાકમાં વધુ 16 દર્દીના કોરોનાથી મોત થયા છે.
આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2855 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 65953 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 237 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 172, વડોદરામાં 118 અને રાજકોટમાં 98 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 55, જામનગરમાં 73 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 14454 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.