સ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં ગુજરાતના સુરત શહેરે દેશભરમાં બીજો ક્રમ મેળવ્યો છે. છેલ્લા બેવર્ષથી 14માં ક્રમે ફેંકાતા સુરત શહેરના રેન્કીંગમાં ઘણો સુધારો થયો છે.
તો આ યાદીમાં સતત ચોથી વખત મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર પ્રથમ ક્રમાંકે રહ્યું છે. મળતી માહિતી મુજબ, ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણના પરીણામ જાહેર થઈ ગયા છે.
દેશભરમાં સુરત બીજા ક્રમે આવ્યું છે. જ્યારે પહેલા ક્રમે ઇન્દોર શહેર આવ્યું છે. જ્યારે નવી મુંબઈ દેશમાં ત્રીજા નંબરે આવ્યું છે. નોંધનીય છે કે, સુરત 14માં ક્રમાંક પરથી સીધા બીજા ક્રમે આવ્યું છે. ભારત સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોર સતત ચોથી વખત નંબર વન બન્યું છે. સુરત બીજા નંબરે આવતાં સુરતવાસીઓ માટે ખુશીની લાગણી ફરી વળી છે.
(File Pic)
શહેરનો બીજો ક્રમ આવતાં મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ શહેરીજનો અને સફાઈકર્મીઓ સહિત તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં છે. મેયર ડો. જગદીશ પટેલે પણ સહિયારા પ્રયત્નોનું પરિણામ ગણાવ્યું છે.
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામમાં ઈન્દૌરને કુલ 6000 માર્કસમાંથી 5647.56 માર્કસ મળ્યા છે. જ્યારે સુરત 5519.59 માર્કસ સાથે દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે. સુરતને આ માર્કસમાં સર્ટિફિકેશન, સર્વિસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, સિટીઝન ફિડબેકના આધારે આપવામાં આવ્યાં છે.