કોરોના વાયરસની મહામારી દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાતમાં પણ કેસોની સંખ્યામાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં સામે આવ્યા છે. જોકે છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં કેસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ માટે એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે.
(File Pic)
ગુજરાતમાં કોરોના મહામારીની શરૂઆતમાં હૉટસ્પૉટ રહેલા અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યામાં આવનારા ટૂંક સમયમાં ધરખમ ઘટાડો થશે એવું તારણ ગાંધીનગરસ્થિત ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ’ (આઈઆઈપીએચજી)ની એક ટીમે કાઢ્યું છે. ડો. દિલીપ માવળંકરના નેતૃત્વ હેઠળ ટીમે આ તારણ અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ, તેમની સારવાર અને ચેપગ્રસ્તોના આંકડા ઉપરથી કાઢ્યું છે.
મળતી માહિતી મુજબ, આ વિશે ટીમનું એક લિટરરી પેપર યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ત્રિમાસિક ‘જર્નલ ઓફ મેડિસિન’માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, કે કદાચ આવનારા દિવસોમાં અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસ નહિવત થઈ જાય.
(File Pic)
વધુમાં જણાવાયું છ કે, આ તારણ મૂળભૂત રીતે આંકડાકીય માહિતી પર આધારિત છે, પરંતુ જમીની સ્તર પર કરાયેલા અધ્યયને પણ તેમાં ભાગ ભજવ્યો છે. ડો.દિલીપ માવળંકરનું કહેવું છે કે આ રિસર્ચના આધારે કહી શકાય કે આવનારા દિવસોમાં અમદાવાદમાં કોરોના ચેપગ્રસ્તોના કેસ ઘટતા રહેશે કારણકે અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી આવતી જશે. મહત્વનું છે કે, અમદાવાદમાં હાલ અત્યાર સુધી કોરોનાના 29,400થી વધુ કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે 24 હજારથી પણ વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો 1667થી વધુ દર્દીઓના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.