વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો પૈકી નોકરી માટે ઈચ્છુક યુવાનો માટે પણ મહત્વનો નિર્ણ લેવાયો છે. જે અંતર્ગત નેશનલ રિક્રૂટમન્ટ એજન્સી (NRA)ને ગૌણ પોસ્ટ્સ માટે CET (સામાન્ય પાત્રતા સાથે પ્રવેશ પરીક્ષા) આયોજિત કરવાનો અધિકાર આપી દેવામાં આવ્યો છે.
(File Pic)
કેબિનેટના આ નિર્ણય અંગે વાત કરતા કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, આજે યુવાનોને નોકરી માટે ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. આ બધુ સમાપ્ત કરવા માટે NRA હવે સામાન્ય પાત્રતા પરીક્ષણ CET લેશે. કેબિનેટના આ નિર્ણયથી યુવાનોને ફાયદો થશે.
(File Pic)
પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, દેશમાં લગભગ 20 જેટલી ભરતી એજન્સીઓ છે. જોકે હવે તે બધાને સમાપ્ત કરતા કેન્દ્રની મોદી સરકારે એક ઐતહાસિક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત નેશનલ ભરતી એજન્સી હવે CET લેશે. તેનો લાભ કરોડો યુવાનોને થશે, જે નોકરી માટે અરજી કરે છે. પ્રકાશ જાવડેકરે સાથે એ પણ જણાવ્યું કે, યુવાનોની આ માંગ વર્ષોથી હતી, પરંતુ આજ સુધી તેનો નિર્ણય લેવામાં આવ્યો નહતો. આ એક નિર્ણયથી યુવાનોની તકલીફ દૂર થશે અને તેમના નાણાં પણ બચી જશે.