ચીન સાથેના સરહદી વિવાદ વચ્ચે ભારતીય વાયુસેનાએ સ્વદેશી હળવા યુદ્ધ વિમાન LCA (લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ) તેજસને પશ્ચિમી સરહદ એટલે કે પાકિસ્તાન સરહદે તૈનાત કરી દીધા છે. તેજસને પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ભારતીય વાયુસેના મથકો પર ઓપરેશનલ તૈનાતીની છુટ આપી દેવામાં આવી છે.
(File Pic)
હવે પાકિસ્તાન કોઈ પણ હરકત કરશે તો ઘાતક તેજસ યુદ્ધ વિમાન ભારે પડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, એલસીએ તેજસને ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનની સરહદ નજીક પશ્ચિમ મોરચા પર તૈનાત કરવામાં આવ્યા છે, જેથી દુશ્મનની તમામ હરકતી કાર્યવાહીનો ત્યાંથી જવાબ આપી શકાય.
(File Pic)
આપને જણાવી દઈએ કે, એલસીએ તેજસ એ અમેરિકન એન્જિનથી દેશમાં બનેલું પહેલું સ્વદેશી ફાઇટર જેટ છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેજસ હવાઈ દળના જુદા જુદા મથકો પર ઉડાન ભરી રહ્યું છે. વાયુસેનામાં પ્રથમ બે સ્ક્વોડ્રનને સામેલ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં 83 માર્ક 1 એ એલસીએને સામેલ કરવામાં આવશે.
પીએમએ સ્વતંત્રતા દિવસે તેમના ભાષણમાં કહ્યું હતું કે એલસીએ માર્ક -1 એ સંસ્કરણ ખરીદવાનો સોદો ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે. એલસીએ તેજસનો પ્રથમ સ્કવોડ્રોન ફ્લાઈંગ ડ્રેગન નામ થી ઓળખાનારા 45મા સ્કવોડ્રોન સદર્ન એયર કમાન્ડ મુજબ સુલુર સ્થિત છે. આ ફાઇટર જેટની જમાવટને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને એરફોર્સ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો હતો. દેશમાં બનેલા આ ફાઇટર જેટ વિશે આજ સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો થયો છે. આ સોદાની કિંમત 40 હજાર કરોડ છે. શરૂઆતમાં એરફોર્સ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ વચ્ચે મતભેદ હતા, પરંતુ તત્કાલીન સંરક્ષણ પ્રધાન સ્વ. મનોહર પર્રિકરે સમાધાન કર્યું હતું. આ પછી સંમતિ થઈ કે એરફોર્સને 83 માર્ક 1 એ એલસીએ તેજસ મળશે.