ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા એ ચાર ખેલાડીઓમાં સામેલ છે જેમના નામની ભલામણ ભારતના સર્વોચ્ચ ખેલ સમ્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે કરવામાં આવી છે.
(મનિકા બત્રા, ટેબલ ટેનિસ ખેલાડી)
રોહિત શર્મા ઉપરાંત રેસલર વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ચેમ્પિયન મનિકા બત્રા અને પેરાલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મારીયાપ્પન થંગાવેલુના નામની પણ ભલામણ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે કરાઈ છે.
રોહિત શર્મા રાજીવ ગાંધી ખેલ રત્ન સમ્માન પામનાર ભારતના ચોથા ક્રિકેટર હશે. રોહિત શર્માનીપહેલા સચિન તેંડુલકરને આ એવોર્ડ 1997-98ના વર્ષમાં એનાયત કરાયો હતો. જ્યારે મહેન્દ્રસિંહ ધોનીને 2007માં અને વિરાટ કોહલીને 2018માં આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોમાં રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર અને ધ્યાનચંદ પુરસ્કાર સામેલ છે. જે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવે છે.