દુનિયાભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો ખતરો હજી સુધી ટળ્યો નથી. વિશ્વના અનેક દેશોમાં આ વાયરસથી લાખો લોકો સંક્રમિત થયા છે. એકબાજુ જ્યાં રશિયાએ કોરોના વાયરસનો ખાતમો બોલાવવા વેક્સીન તૈયાર કરી વિશ્વને સારા સમાચાર આપ્યા છે. ત્યારે મલેશિયાથી એક ચોંકાવનારા અને ખળભળાટ મચાવનાર અહેવાલ સામે આવ્યા છે.
(File Pic)
મલેશિયામાં શોધકર્તાઓએ કોરોનાની એવા નવા કોરોનાને શોધ્યો છે જે સામાન્યથી 10 ગણો વધારે સંક્રમિત અને ઘાતક છે. કોરોનાના મ્યૂટેશનને દુનિયામાં ડી 614જીના નામે ઓળખવામાં આવી રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે આ કેસની શરૂઆત એક મલેશિયાઈ રેસ્ટોરન્ટ માલિકના અત્યારે ભારતથી આવ્યા બાદના 14 દિવસના જરૂરી ક્વૉરન્ટાઈન સમયને પૂરો કર્યા બાદ શરૂ થયો છે.
(File Pic)
આરોપી વ્યક્તિને ક્વૉરન્ટાઈનના નિયમ તોડવા માટે 5 માસની સજા-દંડ થઈ શકે છે. આવો જ કેસ ફિલિપિન્સથી આવેલા યુવકમાં પણ જોવા મળ્યો છે. અહીં 45 લોકોમાંથી ત્રણ લોકોમાં આ પ્રકારનો કોરોના જોવા મળી રહ્યો છે. અમેરિકાના ટોચના સ્વાસ્થ્ય સલાહકાર ડોક્ટર ફૈસીએ કહ્યુ કે આ મ્યૂટેશનથી કોરોનાનો પ્રસાર ઝડપથી થઈ શકે છે. તો બીજીબાજુ મલેશિયાઈ સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ નૂર હિશામ અબ્દુલ્લાએ કહ્યું કે કોરોના વાયરસના નવા મ્યૂટેશનના ગંભીર પરિણામ જોવા મળી શકે છે. તેનાથી હજુ પણ વેક્સીન બનાવવા અને મ્યૂટેશનને રોકવા માટે વિકસિત થતી ટેકનિક પણ ફેલ થઈ શકે છે.