ફિલ્મ ડાઈરેક્ટર રાઘવ લોરેન્સ અક્ષય કુમારની આવનારી ફિલ્મ ‘લક્ષ્મી બમ’થી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહયા છે.ફિલ્મ લક્ષ્મી બમ સાઉથની ફિલ્મ કંચનાની રિમેક છે.આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. હાલમાં જ કિયારા અને અક્ષયની શુટિંગ સમયના કેટલાક ફોટા બહાર આવ્યા છે જેમાં અક્ષય હેડફોન પહેરી રીલેક્સ કરતા અને કિયારા હસતા નજરે પડી રહી છે. અત્યારે ફિલ્મમેકર્સ ફિલ્મના બીજા શેડ્યુલની તૈયારી કરી રહયા છે.આ પહેલા ડાઈરેકટર રાઘવ લોરેન્સે ફિલ્મને સોશિયલ મીડિયા પર છોડી દેવાની જાહેરાત કરી હતી. તેમને જણાવ્યા વિના જ ફિલ્મનુ પોસ્ટર રીલીઝ કરી દેવામા આવ્યું હતુ. ઝગડાને સમજી હલ લાવવા અને ફિલ્મમાં રાઘવની વાપસી માટે રાઘવે અક્ષયને ધન્યવાદ કહ્યું હતુ. આ ફિલ્મ 5 જૂન ૨૦૨૦ ના રીલીઝ થશે. ફિલ્મમાં અક્ષય કુમાર કિન્નરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનો દર્શકો પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -