15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રને સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના સંબોધનમાં કોરોના મહામારીના તબક્કામાં દેશની સ્થિતિ, સરકારના કાર્યો અને સમાજના સહયોગ પર ભાર આપ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, કોરોના સંકટના સમયમાં સરકારે ખેડૂતો, નાના વેપારીઓ માટે યોગ્ય પગલા ઉઠાવ્યા છે.
(File Pic)
15 ઓગસ્ટે આપણે સૌ રાષ્ટ્રધ્વજ ફરકાવતા સ્વાધિનતા દિવસ સમારોહમાં ભાગ લઈને અને દેશભક્તિના ગીતો સાંભળી આપણામાં અનેરો ઉત્સાહ જાગૃત થાય છે.દેશના યુવાઓ માટે આ સ્વાધિનતાનો ગૌરવ અનુભવવાનો દિવસ છે. તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષે સ્વતંત્રતા દિવસના ઉત્સવમાં દર વર્ષની જેમ ધૂમધામ નહીંરહે. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી જનજીવનને ભારે નુકશાન પહોંચ્યુ છે ત્યારે આપણે આ વર્ષે જરુરી સુચનાઓનું પાલન કરીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીશું.
રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં પડોશી દેશ ચીનને પણ આડકતરી રીતે સંભળાવ્યુ હતું. તેમણે કહ્યું કે આજે જ્યારે વિશ્વ સમુદાય સામે એક મોટો પડકાર ઉભો થયો છે અને એકજુટ થઈને સંઘર્ષ કરવાની જરુર છે ત્યારે આપણા પડોશી દેશે પોતાની વિસ્તારવાદી ગતિવિધિઓને ચાલાકીથી અંજામ આપવાનુ દુસાહસ કર્યું. સરહદની સુરક્ષા કરતા આપણા બહાદુર જવાનોએ પોતાના પ્રાણ ત્યજી દીધા.. સાથે જ પોતાના સંબોધનમાં તેણે રામ જન્મભૂમિ મંદિર નિર્માણનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે આદિવસે દેશવાસીઓએ ગૌરવનો અનુભવ કર્યો છે. જુઓ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિએ વધુમાં શું કહ્યું.