મિત્રતા એક એવો સંબંધ છે કે તેમાં કંઈ જોવામાં નથી આવતું. એક મિત્ર પોતાના મિત્ર માટે કંઈપણ કરવા તૈયાર થઈ જતો હોય છે. પણ શું તમે એ વિચારી શકો છો કે એક મહાકાય હાથી અને નાની બાળકીની મિત્રતા થઈ શકે છે. આ કોઈ વાર્તા નથી પણ હકિકતમાં આવી મિત્રતા છે. એક બે વર્ષની બાળકી અને તેનો મિત્ર એક હાથી છે. અનિત ઘોષ દ્વારા એક વિડિયો શેર કરવામાં આવ્યો છે.
વિડિયોમાં કેરળના તિરુવનંતપુરમમાં રહેતી બે વર્ષની ભામા નામની બાળકી તેના મિત્ર ઉમા દેવી સાથે જોવા મળી રહી છે. જોકે આ ઉમા દેવી બીજુ કોઈ નહીં પણ એક હાથી છે. મળતી માહિતી મુજબ, ભામાના પિતા પોતે એક એલિફન્ટ કેયરટેકર છે. તેમની સાથે સાથે ભામાને પણ હાથી સાથે મિત્રતા થઈ ગઈ છે અને હવે તે પણ ધીમે ધીમે આ કામ કરવા લાગી છે. જ્યારે તેના પિતા હાથીને સ્નાન કરાવતા ત્યારે ભામા પણ હાથી પર પાણી રેડતી. વીડિયોમાં જોવા મળે છે કે ભામા આગળ ચાલે છે જ્યારે તેની પાછળ હાથી ચાલી રહ્યો છે.
Adorable!
A two-year-old Indian girl has an elephant as her best friend in the southern India state of Kerala. 😍🧡🐘#ThursdayThoughts#ThursdayMotivation pic.twitter.com/kU0ej6VnLq
— Anit Ghosh (@Indianit07) August 13, 2020
આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો સાથે જ ભામા અને ઉમાની મિત્રતાને પણ લોકો વખાણી રહ્યા છે.