રાજસ્થાનમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય સંકટ વચ્ચે ગેહલોત સરકારની મુશ્કેલી વધી હતી. જોકે, શુક્રવારે રાજસ્થાનની વિધાનસભામાં ગેહલોત સરકારે વિશ્વાસ મત જીતી લેતા વિપક્ષી પાર્ટી ભાજપ ખેમામાં સન્નાટો છવાઈ ગયો હતો. આ સાથે જ રાજસ્થાનમાં રાજકીય દાવપેચનો અંત આવ્યો છેઆજે વિઘાનસભામાં રજૂ કરાયેલો વિશ્વાસ પ્રસ્તાવ ગહેલોત સરકારે જીતી લીધો છે.
(File Pic)
ધ્વનિમતથી આ વિશ્વાસ પ્રસ્તાવ પસાર થયો છે. હવે 21 ઓગસ્ટ સુધી વિધાનસભા સ્થગિત કરી દેવાઈ છે. છેલ્લા દોઢ મહિનાથી શરૂ થયેલો બખેડો પાયલોટની વાપસીથી પૂરો થઈ ગયો છે. આ અગાઉ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે આજે ભાજપના લોકો બગલા ભગત બની ગયા છે. સો ઉંદરો ખાધા પછી બિલાડી હજમાં ગઈ છે. હું 69 વર્ષનો છું, 50 વર્ષથી રાજકારણમાં છું. હું આજે લોકશાહીની લઈને ચિંતા કરું છું.
મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે હું વિપક્ષના માનનીય નેતાને કહેવા માંગુ છું કે તમે ગમે તેટલા પ્રયત્નો કરો, હું તમને કહું છું કે હું રાજસ્થાન સરકારને પડવા નહીં દઉં. ત્યારે અશોક ગેહલોતના આ શબ્દો વિધાનસભામાં તેમના વિશ્વાસ મત જીતતાની સાથે જ સાર્થક થયા હોય તેમ કહી શકાય.
મહત્વનું છે કે, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે વિધાનસભા સત્ર શરૂ થયા પહેલા પોતાના એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘વિધાનસભા સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ રાજસ્થાનની જનતાની જીત છે. આ રાજસ્થાન અને અમારા ધારાસભ્યોની એકતાની જીત છે. આ સત્યનો વિજય છે