દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે..કોરોનાના સંક્રમણનો ભોગ રાજકીય નેતાઓ પણ બની રહ્યા છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત ઘણા ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે આ સંક્રમણને માત આપનાર દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. ત્યારે હવે દેશના ગૃહ મંત્રી અમિત શાહે પણ આજે કોરોનાને માત આપી છે.
ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને પોતાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાની જાણકારી આપી હતી. સાથે જ અમિત શાહે ભગવાનનો આભાર વ્યક્ત કરવાની સાથે સાથે તેમના પ્રશંસકો તેમજ એ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો જેમણે તેઓ ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થનાઓ કરી હતી.
(File Pic)
આ અગાઉ ભાજપના જ સાંસદ અને ભોજપૂરી અભિનેતા મનોજ તિવારીએ 9 ઓગસ્ટના રોજ અમિત શાહનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું ટ્વિટ કર્યુ હતું. જોકે ત્યારબાદ ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરીને આ માહિતીને ફગાવી દીધી હતી જેથી મનોજ તિવારીએ પોતાનું ટ્વિટ પણ ડિલીટ કરી દીધુ હતું. મહત્વનું છે કે, અમિત શાહે 2 ઓગસ્ટના રોજ ખુદ ટ્વિટ કરીને કોરોનાથી સંક્રમિત થયાની માહિતી આપી હતી.