રાજ્યમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે કોરોનાના ગંભીર દર્દીઓને યોગ્ય સારવાર મળે તો તેનો જીવ બચાવી શકાય છે. કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન સંજીવની સાહિત થયું છે. તો આવા ઇન્જેક્શન બધા દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થાય અને વ્યાજબી ભાવે મળી રહે તે માટે તેની કિંમત નક્કી કરવામાં આવી છે. ઝાયડસ કેડિલાએ જાહેરાત કરી છે કે તેણે ભારતીય બજારમાં રિમડેક બ્રાન્ડ નામથી રેમડેસિવીરના ઇન્જેક્શન લોન્ચ કર્યું છે.
(File Pic)
કંપનીએ જણાવ્યું હતું કે, આ લાયોફ્રિલાઇઝ્ડ ઈન્જેકશનની 100 મિલીગ્રામની કિમત રૂ. 2800 રાખવામાં આવી છે. એટલે કે હવે રાજ્યમાં હવે આ ઇન્જેક્શન માત્ર 2800 રૂપિયામાં મળી જશે. રેમડેસિવિર ઇન્જેક્શન કોરોનાના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. પરંતુ કોરોનાના ઘણા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. કોરોનાના જે દર્દીઓને આ ઇન્જેક્શનની જરૂર પડે તો તેને વધારે રૂપિયા ખર્ચ ન કરવા પડે અને સરળતાથી ઇન્જેક્શન મળે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે.
હવે આ ઇન્જેક્શન કોરોના દર્દીઓને માત્ર 2800 રૂપિયામાં મળે તે નિર્ણય લેવામાં આવ્યો છે. રેમડેસિવીર કોરોના વાયરસના ઇલાજમાં અત્યારે સૌથી વધુ વપરાતી દવા છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમની બ્રાંડ એ ભારતની સૌથી સસ્તી રેમડેસિવીર બ્રાંડ છે.